Surat News: ઘણી વખત લોકો લગ્નમાં લાખો ખર્ચ કરતા હોય છે તેમજ પોતાના લગ્નની કંકોત્રી પણ આકર્ષણ લાગે તે માટે મોટો ખર્ચ કરતા હોય છે એવામાં સુરતમાં રહેતા એક બેંક કર્મચારીએ પોતાના લગ્નની અનોખી કંકોત્રી છપાવી છે. આ કંકોત્રી અનોખી એટલા માટે છે કારણ કે આ કંકોત્રીમાં લોકોને સાયબર ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તેમજ સાયબર ફ્રોડનો ભોગ બનો તો શું કરવું વેગેરે માહિતી અપાઈ છે આ ઉપરાંત ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.
બેંક કર્મીએ છપાવી અનોખી કંકોત્રી
સુરતમાં બેંકમાં કામ કરતા સાગર કાજાવદરા અને નેન્સીના લગ્ન 9 માર્ચ 2025ના રોજ છે. સાગર બેંક કર્મચારી છે. સાગરને બેંકમાં કામ કરતી વખતે સાઈબર ક્રોડની ઘણી ફરિયાદો આવી હતી.અવારનવાર સાગરને આવી ઘણી ફરિયાદો મળતી હતી. સાગર હંમેશા વિચારતો હતો એવું શું કરવું જોઈએ. જેથી લોકો કે સાયબર ફ્રોડથી વાકેફ થાય. સાયબર ફ્રોડની ઘટનાઓને કારણે લોકો તેમની બચત ગુમાવે છે. પૈસા ગુમાવ્યા પછી લોકોને પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા પડે છે. વ્યક્તિને આર્થિક અને માનસિક રીતે નુકસાન થાય છે.ત્યારે હાલમાં લગ્ન માટે તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે આ બધા વચ્ચે લોકોને જાગૃત કરતી કંકોત્રી તેઓએ છપાવી છે જેથી કરીને લોકોમાં જાગૃતતા આવે, આ લગ્નની કંકોત્રીમાં સાયબર ફ્રોડ વિષે અને ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ પણ અપાયો છે.
કંકોત્રીમાં કયા મુદ્દાઓમાં આવરી લેવાયા
મહત્વનું છે કે ટેકનોલોજીના આ યુગમાં સાયબર ફ્રોડના બનાવો સામે આવી રહ્યા છે. ઘણી વખત સાયબર ક્રાઈમનો ભોગ બનેલા લોકો પોતાના જીવનભરની મૂડી પણ ગુમાવી બેસે છે તો બીજી તરફ ઘણી વખત ટ્રાફિકનિયમના ભંગ અને ઓવરસ્પીડના કારણે અકસ્માતમાં લોકોના જીવ પણ જાય છે ત્યારે સાગરે પોતાની લગ્ન કંકોત્રીમાં આ બે ખાસ મુદ્દા આવરી લીધા છે અને લોકોમાં આ પ્રત્યે જાગૃતતા આવે તે માટે અનોખો મેસેજ પોતાના લગ્નની કંકોત્રી થકી આપ્યો છે. સાગરે જે લગ્ન કંકોત્રી છપાવી છે તેમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નબર, સાયબર ક્રાઈમથી બચવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો, તેમજ ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ અપાયો છે.
સામાજીક સંદેશો આપવા કંકોત્રી બનાવી
સાગરે જણાવ્યું હતું કે, જો આ કંકોત્રી 10 કે 15 દિવસ પહેલા બનાવી હોત તો લોકો લગ્ન બાદ તેને ભૂલી જાત. પરંતુ 8 મહિના પહેલાથી જ હું રોજ તેમને આ કંકોત્રી થકી કઈંકને કઈક મેસેજ આપતો રહીશ. જેથી કંકોત્રીની વાત તેમના મગજમાં બેસી જાય અને તેઓ સાયબર ક્રાઈમથી બચી શકે અને ટ્રાફિકના નિમયોનું પાલન કરી પોતાને અને અન્ય લોકોને અકસ્માતથી બચાવી શકે.
વધુમાં જણાવ્યું હતું કે, હું બેંકમાં કામ કરું છું. જ્યાં અવારનવાર ઘણા એવા લોકો મળે છે. જેઓ સાયબર ફ્રોડના કારણે પોતાના નાણાં ગુમાવે છે. ઘણાં તો એવા હોય છે. જેમને ક્યાં અને કેવી રીતે ફરિયાદ કરવી તે પણ આવડતી નથી. જેથી હું તેમના વતી ફરિયાદ કરું છું. ત્યારે મને થયું કે, આ વાત મારા મિત્રો અને સંબંધીઓને સમજાવવી જોઈએ જેથી મને આ વિચાર આવ્યો હતો.
શું લખ્યું છે કંકોત્રીમાં?
જો ઓનલાઇન નાણાકીય ફ્રોડ કે અન્ય સાયબર ક્રાઈમ થાય તો 24 કલાક કાર્યરત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો. સાયબર ક્રાઇમથી બચવા પિન, OTP, CVV કે QR કોડ અજાણ્યાને આપશો નહીં. સોશિયલ મીડિયા પર અંગત માહિતી શેર ન કરવી. પાસવર્ડ યુનિક રાખો અને રેગ્યુલર બદલતા રહો. વેબસાઈટમાં https ખાસ જુઓ. કોઈ કાર્ડ, સિમ કાર્ડ વેલિડિટી, KYC રીન્યુ, ખાતુ ચાલુ/બંધ/એક્ટીવ વગેરે માટે કોલ કે મેસેજ પર જવાબ આપવાનો ટાળો.
ખાસ કરીને ટ્રાફિક અવેરનેસનો પણ મેસેજ અપાયો
ટ્રાફિકના નિયમોનું પાલન કરીએ તો અકસ્માત ઓછા થશે. ટ્રાફિક જામનો ડર દૂર થશે. આપણો સમય બચશે અને ટ્રાફિકનું ગણતરીની મિનિટોમાં ઉકેલ આવશે. 50 કિમી/કલાક કરતા વધુ ઝડપે વાહન ચલાવવું નહીં. ડ્રાઈવિંગ વખતે ફોન પર વાત કરવાનું ટાળો. એમ્બ્યુલન્સને જગ્યા આપો, સિગ્નલ પર જયા સુધી ગ્રીન લાઈટ ન થાય ત્યા સુધી તમારા વાહને બંધ રાખો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube