December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરત/કતારગામમાં પુરપાટ ઝડપે આવી રહેલાં મનપાના ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત, પરિવારજનોની કડક કાર્યવાહીની માગ

Surat Accident

Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં મનપાના ડમ્પર ચાલકે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી હતી જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પોલીસે ડ્રાઈવરની હાલ અટકાયત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સુરતના કતારગામ કિરણ હોસ્પિટલ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. મનપાના ડમ્પર ચાલકે મોપેડ પર જતી મહિલાને અડફેટે લીધી હતી જેમાં ગંભીર ઈજાઓ થતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. પોલીસ દ્વારા હાલ ડ્રાઈવરની અટકાયત કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. મૃતક મહિલા મનીષાબેન બારોટ દિવ્યાંગ છે. મનીષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે. જેની હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે. મનીષાબેન રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે.

આજે સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતાં નીચે પટકાઇ ગયા હતા. ત્યાર બાદ તેમને કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડમ્પરના ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો. જોકે લોકોના રોષના પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.

ભાણેજ હાર્દિકભાઈ બારોટએ જણાવ્યું હતું કે મનીષાબેન મારા મામી છે. તેઓ સવારે ઘરેથી નીકળીને આજે ઓફિસે જતા હતા ત્યારે કિરણ હોસ્પિટલ પાસે પહોચ્યા ત્યારે આ ઘટના બની હતી. ડ્રાઈવર નશામાં હતો અને તેની પાસે લાયસન્સ પણ નથી. તેઓના માથા પર ટાયર ફરી વળ્યું છે. તે 10 ફૂટ દુર સુધી ખેંચી ગયો હતો, અમારી માંગ છે ડ્રાઈવર સામે કડક કાર્યવાહી થાય.

 

 

 

 

 

Related posts

BREAKING NEWS : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું,આ તારીખે યોજાશે નવી સરકારની શપથવિધિ

Sanskar Sojitra

સુરતમાં યુવા પત્રકાર આનંદ પટણીનું હાર્ટ એટેકથી નિધન: ચાલુ ફરજ દરમિયાન બેભાન થઈ ઢળી પડ્યાં;પરિવાર અને મિત્ર વર્તુળમાં શોક

KalTak24 News Team

જામનગર/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની કરી સમીક્ષા

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં