સુરત(Surat): સિવિલ હોસ્પિટલ બાદ સૌથી વધારે દર્દીઓ સ્મિમેર હોસ્પિટલ(SMIMER Hospital)માં સારવાર લેવા માટે આવે છે. 70 લાખ કરતાં વધુ સુરતની જનસંખ્યામાં મોટાભાગના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સ્મિમેર હોસ્પિટલમાં સારવાર અર્થે આવે છે પરંતુ અહીં જાણે તેમની મજાક ઉડાવવામાં આવતી હોય તેવી સ્થિતી ઉભી થઈ છે. ઈમરજન્સી સારવાર લેવા આવતા દર્દીઓ માટે સીટી સ્કેનની વ્યવસ્થા યોગ્ય ન હોય તો એના માટે શું કહેવું તે સમજાતું નથી.
પુણા ગામ સીતાનગર ચોકડી પાસે આવેલી રાધા શ્યામ સોસાયટીમાં ચોથા માળેથી નીચે બાળક પટકાતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. બાળકને ગંભીર ઈજા હોવાને કારણે ઇમરજન્સી વિભાગમાં લઈ ગયા બાદ તેનો સીટી સ્કેન કરાવવું જરૂરી બન્યું હતું. પરંતુ જ્યારે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે સીટી સ્કેન મશીન જ બંધ છે. આ બાબતે ડોક્ટરોને પૂછતા તેમને કહ્યું કે એકાદ કલાકમાં ચાલુ થઈ જશે પરંતુ મોડી રાત સુધી પણ સિટી સ્કેન મશીન શરૂ થયું ન હતું.
રાધેશ્યામ સોસાયટીના પ્રમુખ મંગળ કવાડે જણાવ્યું કે, અઢી વર્ષનો બાળક અને તેના માતા-પિતા અમારા ત્યાં ભાડેથી રહે છે. ચોથા માળે રહેતા પરિવારનું બાળક અચાનક જ નીચે પડી ગયું હતું જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. પહેલા અમે ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જ્યાં ડોક્ટરે કીધું કે એને આઈસીયુમાં રાખવો પડશે માટે તમે મોટી હોસ્પિટલમાં લઈ જાઓ. ત્યારબાદ અમે આ હોસ્પિટલમાં આવ્યા હતા. અહીં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ હતી આવીને જોયું તો વેલટીનેટર પર રાખવો પડે તેમ હોવાને કારણે વોલટીનેટરની પણ ઝડપથી સુવિધા કરી આપવામાં આવી ન હતી એટલું જ નહીં પરંતુ તેને કેટલી ગંભીર ઇજા થઈ છે તેના માટે સીટી સ્કેન કરાવો ફરજિયાત હતું પરંતુ ડોક્ટરો તે કરાવી શક્યા ન હતા. કારણ કે તે બંધ સ્થિતિમાં જોવા મળ્યું હતું.
વિપક્ષ નેતા પાયલ સાકરીયા(Payal Sakariya) જણાવ્યું કે, જ્યારે અમને ઘટનાની જાણ થઈ ત્યારે અમે સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યાં આવીને બાળકને યોગ્ય સારવાર મળે છે કે કેમ તે તપાસવાનો પ્રયાસ કર્યો હતો. અમે રાતે 9:30 10:00 વાગે અહીં આવ્યા હતા અને 12:30 વાગ્યા સુધી રોકાયા હતા. તે દરમિયાન પણ સીટી સ્કેન મશીન શરૂ થયું ન હતું. ત્યારબાદ તપાસ કરી તો જાણવા મળ્યું કે સવારે 10:00 વાગ્યા સુધી આ મશીન શરૂ થયું ન હતું.
લાખોની સંખ્યામાં રહેતા લોકો વચ્ચે સતત ઓપીડી ધમધમતી રહે છે. આવી સ્થિતિમાં હોસ્પિટલમાં ત્રણથી ચાર સીટી સ્કેન મશીન હોય તો પણ પૂરતા નથી એને બદલે અહીં તો એક મશીન છે અને તે પણ યોગ્ય રીતે ચાલતું નથી. માત્ર ફોટા પડાવવાના હોય અને જાહેરાત કરવાની હોય ત્યારે ભાજપના નેતાઓ અને શાસકો આગળ પડતા ઉભા રહી જાય છે પરંતુ આવી સ્થિતિમાં મોઢું સંતાડે છે.
બાળકની સારવાર માટે સીટી સ્કેન મશીન ખુબ જ જરૂરી હતું અને સીટી સ્કેન મશીન બંધ હોવાના કારણે બાળકનું બપોર સુધી સીટી સ્કેન નથી થયું. આવા તો કેટલાય દર્દીઓ હશે કે મશીન ખરાબ હોવાના કારણે તેઓની સારવાર નહીં થતી હોય. આ બાબતે અગાઉ પણ સ્ટેન્ડિંગ ચેરમને અને મનપા કમિશ્નરને પત્રો લખ્યા હતા. અહીં ખુબ જ જુનું મશીન છે અને હવે નવી ટેકનોલોજીના મશીનનો ઉપયોગ શા માટે નથી કરવામાં આવતો તેને લઈને પણ રજૂઆત કરી હતી. રજૂઆત કરવા છતાં શાસકોના પેટનું પાણી હલતું નથી. તેઓ માત્ર વાહ વાહી લુટવામાં મસ્ત છે.
વધુમાં જણાવ્યું હતું કે, આજે પણ મેં કમિશ્નર સાથે વાત કરીને તાત્કાલિક સીટી સ્કેન મશીન ચાલું કરાવવામાં આવે અને અત્યારની ટેકનોલોજી મુજબનું સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube