રાજકોટ(Rajkot): ખોડલધામ કાગવડ(Khodaldham-Kagvad) ખાતે તારીખ 30 ને શનિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી વિદ્યાર્થી કન્વીનર મીટ યોજવામાં આવી રહી છે.આ મીટમાં 800 નવનિયુક્ત કન્વીનરોના(Convener) સન્માન સાથે ખાસ એપ્લિકેશન(Application) પણ લોન્ચ કરવામાં આવી રહી છે.આ આધુનિક એપ્લિકેશન મારફતે ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(khodaldham Vidhyarthi Samiti)ની તમામ વિગતો આંગળીના ટેરવે રહેશે.
ખોડલધામ સમિતિ દ્વારા સમાજ ઉત્થાન માટે અલગ અલગ પાંખના કાર્યક્રમો યોજાતા રહે છે. ત્યારે શનિવારે વિદ્યાર્થી સમિતિના કન્વીનરોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ નરેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી રહ્યો છે.જેમાં પાટીદાર સમાજના આગેવાનો ઉમટી પડશે.સમિતિ સાથે વાતચીતમાં જણાવ્યા પ્રમાણે,ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા આજના જમાનામાં અગત્યના પાસાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો યોજાતા રહે છે.હાલ 3 P એટલેકે પ્રેસ,પોલીસ અને પોલિટિક્સમાં યુવાનોને જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
3-P દ્વારા સફળ નેતાગીરી સર્જન માટે પણ વર્કશોપ યોજવામાં આવતા હોય છે.વિદ્યાર્થી સમિતિ દ્વારા રાજકોટમાં મવડી ખાતે કલ્ચરલ સેન્ટર ખાતે ચાલતા માર્ગદર્શક વર્ગો દ્વારા સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં આવે છે.અત્યાર સુધીમાં 475 યુવાઓ આ વર્ગોમાં સાથે જોડાઈ સરકારી નોકરી મેળવવામાં સફળ થઈ ચૂક્યા છે.આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના આગેવાનો,લેઉવા પટેલ સમાજના આગેવાનો અને કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube