આજે દાદાને કરાયેલાં શણગાર વિશે વાત કરતાં પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે, “આજે દાદાને 20 કિલો ગુલાબ અને 30 કિલો મોગરાના ફુલનો શણગાર કરાયો છે. આ ફુલ વડોદરાના આસપાસના ગામડાઓમાંથી મંગાવવામાં આવ્યા છે. દાદાના સિંહાસનેઆ શણગાર કરતા સંતો, પાર્ષદ અને હરિભક્તો સહિત ચાર લોકોને ચાર કલાકનો સમય લાગ્યો હતો.”