Gondal News: જાણીતા ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ રમેશભાઈ ઓઝા(Ramesh bhai Oza) 23 ડિસેમ્બરના રોજ રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ ગામ(Kagvad Gam) પાસે આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર(Khodaldham Temple)ની મુલાકાતે પધાર્યા હતા.આ તકે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ(Naresh bhai Patel) અને ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહીને રમેશભાઈ ઓઝાનું ભાવથી સ્વાગત કર્યું હતું. રમેશભાઈ ઓઝાએ શ્રી ખોડલધામ મંદિરે પધારીને મા ખોડલના(Ma Khodal) દિવ્ય દર્શન(Darshan) કર્યા હતા.
આ તકે નરેશ પટેલ અને ટ્રસ્ટીઓએ રમેશભાઈને ખોડલધામનો ખેસ અને પુષ્પમાળા પહેરાવી માઁ ખોડલની પ્રતિમા અર્પણ કરી હતી. સાથે જ પૂજ્ય રમેશભાઈ ઓઝાને શ્રી ખોડલધામ મંદિર પરિસરની મુલાકાત કરાવી હતી. સાથે જ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યોની અને ટ્રસ્ટ દ્વારા સ્થાપિત કરાયેલી વિશ્વ રેકોર્ડ્સની માહિતી આપવામાં આવી હતી.
રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, કાગવડમાં આપના દ્વારા માઁ ભગવતીને પ્રતિષ્ઠિત કર્યા છે તે જોઈને મન ખૂબ જ પ્રસન્ન થાય છે. ખોડલધામ આજે સૌરાષ્ટ્રનું મહત્વનું તિર્થધામ બની ગયું છે. લોકો દ્વારકા અને સોમનાથ દર્શન કરે એ રીતે ખોડલધામમાં દર્શન કર્યા વગર યાત્રા અધુરી છે. શ્રી ખોડલધામ મંદિરમાં તમામ માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી છે તે પણ સારી બાબત ગણાવી હતી. આ તકે નરેશ પટેલે રમેશભાઈનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રમેશભાઈ ઓઝા સમય લઈને શ્રી ખોડલધામ મંદિરે પધાર્યા છે ત્યારે શ્રી ખોડલધામનું આંગણું પવિત્ર બન્યું છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube