Pre-Monsoon Rain: ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગ રૂપે છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 15 જૂને ગુજરાતમાં વિધિવત ચોમાસુ બેસી જવાનું અનુમાન છે. એવામાં આજે પણ રાજ્યના 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં સૌથી વધુ પોણા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીના 15 કલાકના ગાળામાં રાજ્યના 35 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સાંજે 6 થી 8ના બે કલાકના ગાળામાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં 70 મિમી એટલે કે પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટમાં પણ બે કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આજે રાજ્યના 5 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
જો છેલ્લા 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા જોઈએ તો, અમરેલીના બાબરામાં 70 મિમી, છોટા ઉદેપુરના ક્વાંટમાં 42 મિમી, પંચમહાલના જાંબુઘોડામાં 22 મિમી, અમરેલીના લાઠી તાલુકામાં 18 મિમી, વડોદરા અને વલસાડના કપરાડા તાલુકામાં 15 મિમી વરસાદ વરસ્યો છે.
અમરેલી જિલ્લાના મોટાભાગમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જ્યારે ધોધમાર વરસાદના પગલે અનેક ગામડાઓના રસ્તાઓ પર પાણીની નદીઓ વહેવા લાગી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube