December 19, 2024
KalTak 24 News
Gujarat

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બે દિવસનો આખો કાર્યક્રમ

  • PM મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે
  • PM મોદીનું સુરતથી ગુજરાતમાં સ્વાગત
  • 30મીએ અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું PM મોદી કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૯-૩૦ સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે છે. ૨૯ સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર. પ્રધાનમંત્રી મોદીનુ સુરત ખાતે સવારે ૧૧.૧૫ કલાકે આગમન થશે. સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે. સુરતથી ૧ વાગ્યા બાદ ભાવનગર જવા રવાના થશે. ૨૯ સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન. ભાવનગરમા બપોરે ૨ થી ૩ વાગ્યા સુધી રોકાશે પ્રધાનમંત્રી મોદી. સાંજે ૪ વાગે અમદાવાદ મા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન થશે .

અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ૨૯મી તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. ૨૯ તારીખે સાંજે ૭ વાગે નેશનલ ગેમ્સ ના કાર્યક્રમમાં આપશે હાજરી . પીએમ ૨૯મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી. ૨૯મી એ રાત્રે ૯ વાગે જીએમડીસી ખાતે ગરબા કાર્યક્રમમાં આપશે હાજરી. પીએમ મોદી ૨૯ સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ.

29 સપ્ટેમ્બરના કાર્યક્રમની યાદી

  • 11.15 કલાકે પ્રધાનમંત્રી મોદીનું સુરત ખાતે આગમન થશે
  • સુરતને વિકાસ કાર્યોની ભેટ આપશે અને જનસભાને સંબોધશે
  • 1:00 વાગ્યા બાદ ભાવનગર જવાના રવાના થશે
  • ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
  • બપોરે 2 થી 3 વાગ્યા સુધી પ્રધાનમંત્રી મોદી રોકાશે
  • સાંજે 4 વાગે અમદાવાદમા પ્રધાનમંત્રી મોદી નું આગમન થશે
  • અમદાવાદ પહોંચી સીધા રાજભવન જશે
  • સાંજે 7 વાગ્યે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
  • રાત્રે 9 વાગ્યે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં આપશે હાજરી
  • પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે

30 સપ્ટેમ્બરનો કાર્યક્રમ

  • સવારે 10.15 કલાકે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
  • વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન જશે પીએમ
  • સવારે 11.30 કલાકે કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
  • કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
  • બપોરે 12:30 વાગ્યે અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે પીએમ
  • અમદાવાદ થી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
  • બપોરે ૩.૩૦ કલાકે દાંતા જવા રવાના થશે પીએમ
  • દાતા સાંજે 4.45 વાગ્યે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે
  • પીએમ અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
  • અંબાજી મંદિરે દર્શન કરી સાંજે 7 વાગે ગબ્બર ખાતે દર્શન કરશે પીએમ મોદી
  • રાત્રે આબુ રોડથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
  • રાત્રે અમદાવાદથી દિલ્હી જવા રવાના થશે

PM Modi Gujarat Visit : ભાવનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી. આવતી કાલે નરેન્દ્ર મોદીનો રોડ શો અને જવાહર મેદાન ખાતે ભવ્ય જાહેર સભા યોજાશે. વડાપ્રધાનના કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી બે લાખથી વધુ લોકો આવે તેવી શક્યતા છે. નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે

બપોરે 12:00 કલાકે જવાહર મેદાન ખાતે પ્રધાનમંત્રીની જાહેર સભા યોજાશે. પ્રધાનમંત્રીના હસ્તે સીએનજી ટર્મિનલ, નવનિર્માણ જીઆઇડીસી, એસ.ટી કચેરી તેમજ અમૃત યોજના ના વિવિધ કામોના ખાતમુરત કરવામાં આવશે. આ સાથે સૌની યોજના લિંક-2, 25 મેગા વોટ સોલાર પ્રોજેક્ટ, રિજીયોનલ સાયન્સ સેન્ટર સહિતના લોકાર્પણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ના આગમન પૂર્વે ભાવનગરના તમામ રોડ રસ્તાઓ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આવતીકાલે  સુરતમાં પ્રધાનમંત્રીના હસ્તે પાલિકાના 22 પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. સુરતમાં નવું તૈયાર થયેલ IT મેક સેન્ટર શહેરને નવી ઓળખ આપશે. ખાડી રિડેવલપમેન્ટ, સ્મશાનભૂમિ, સિટી બસ ડેપો, 25 સ્થળે ઇ-ચાર્જિંગ સ્ટેશન, ખોજ મ્યુઝિયમ સહિતનાં લોકાર્પણ. સુરત હવે ટ્રાફિક, વીજળી, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સમસ્યાઓ રિયલ ટાઈમમાં તરત જ ઉકેલી શકાશે. 3000 કેમેરા સાથે IT મેક સેન્ટર શહેરનું ટ્રાફિક નિયંત્રણ કરશે.

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

‘ચાલો ખોડલધામ…’ નવરાત્રીના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી યોજાશે પદયાત્રા; ધ્વજારોહણનું કરાયું છે આયોજન

Sanskar Sojitra

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે થયેલા કેસના વિરોધમાં તિરંગા યાત્રાનું આયોજન,પાટીદાર મુદ્દે ભાજપ સરકારને ઘેરી

KalTak24 News Team

Shatamrut Mahotsav: શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ થી આમંત્રણ રથનું કરાયું પ્રસ્થાન,આમંત્રણ રથ વાજતે-ગાજતે અલગ શહેરો અને ગામોમાં ફરી આપશે આમંત્રણ

Sanskar Sojitra
Advertisement