ટેકનોલોજી
Trending

WhatsApp Message મોકલ્યા બાદ પણ કરી શકાશે એડિટ, જાણો આ ફિચર વિશે ?

WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં આવતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. યુઝર્સ માટે કંપની એપ્લિકેશનમાં સતત નવા નવા ફિચર્સ ઉમેરતી રહે છે. એપ્લિકેશન ડેવલપર્સ આ સુવિધાઓને રિલીઝ કરતા પહેલા બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ કરે છે. આવું જ એક ફીચર WhatsApp બીટા વર્ઝનમાં જોવા મળ્યું છે.

આ ફીચર વોટ્સએપના સ્ટેબલ વર્ઝન પર જલ્દી જ જોઈ શકાશે. આ ફીચરની મદદથી તમે મોકલેલા વોટ્સએપ મેસેજને એડિટ કરી શકો છો. જોકે, સ્ટેબલ વર્ઝન પર આ ફીચર ક્યારે આવશે તે જાણી શકાયું નથી. અમને પહેલાથી જ ટેલિગ્રામ એપ પર મેસેજ એડિટ કરવાની સુવિધા મળી છે.

વોટ્સએપનું લેટેસ્ટ ફીચર WABetaInfo દ્વારા જોવામાં આવ્યું છે. વોટ્સએપ v2.22.20.12માં મેસેજ એડિટ કરવાની સુવિધા જોવા મળી છે. વેબસાઇટે તેનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તમે તેની વિગતો જોઇ શકો છો.  સ્ક્રીન શોટમાં દેખાતા મેસેજમાં લખ્યું છે તે તમે એડિટેડ મેસેજ મોકલ્યો છે. જો તમે WhatsApp ના લેટેસ્ટ વર્ઝન પર છો, તો તમને આ ફીચર જોવા મળશે.

જોકે, આ ફીચર હાલમાં તમામ બીટા યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. આ સ્ક્રીનશોટથી સ્પષ્ટ છે કે કંપની આ ફીચર પર કામ કરી રહી છે, જે આવનારા સમયમાં રોલઆઉટ થઈ શકે છે. ઓછામાં ઓછા એન્ડ્રોઇડ યુઝર્સ જલ્દી જ આ ફીચર જોઈ શકશે. રિપોર્ટ્સ અનુસાર, યુઝર્સને મેસેજને એડિટ કરવા માટે તેને લોંગ પ્રેસ કરવો પડશે. ત્યારબાદ તેમને એડિટનો વિકલ્પ મળશે.

તમે મેસેજ મોકલ્યા પછી કેટલા સમય સુધીમાં એડિટ કરી શકો છો તે અંગે હાલમાં કોઈ માહિતી નથી. વોટ્સએપ અન્ય ઘણા ફીચર્સ પર પણ કામ કરી રહ્યું છે. ટૂંક સમયમાં જ યુઝર્સને તેમનું ઓનલાઈન સ્ટેટસ છૂપાવવાનો વિકલ્પ મળી શકે છે. આ સિવાય ઈન્સ્ટાગ્રામ જેવું સ્ટેટસનું ફીચર પણ આપી શકાય છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button