PM Narendra Modi in US: હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અમેરિકાની મુલાકાત છે. ત્યારે રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં Modi&US (NRI સમુદાય)ને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ભારે ઉત્સાહથી પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય કલાકારો આદિત્ય ગઢવી (Aditya Gadhvi), દેવી શ્રી પ્રસાદ (Devi Sri Prasad) અને હનુમાનકાઈન્ડે (Hanumankind) પરફોર્મન્સ આપ્યું હતું.
View this post on Instagram
ગુજરાતના ફેમસ કલાકાર આદિત્ય ગઢવીએ પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિત્ય ગઢવીએ તેના સુપરહિટ ટ્રેક ‘ખલાસી’થી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે હર ઘર તિરંગા ગીત પર શાનદાર પરફોર્મ કર્યું હતું. આ ગીત પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ બધાને ગળે લગાડ્યા હતા.
“કેમ બેટમજી?” કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશિર્વાદ આપ્યા… 😃
What a moment it was… ✨@narendramodi pic.twitter.com/qKxgaVIHGp
— Aditya Gadhavi (@AdityaGadhvi03) September 22, 2024
આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદી સાથેની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેમ બેટમજી? કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા… તે કેવી ક્ષણ હતી…’
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube