December 18, 2024
KalTak 24 News
Gujarat

અમરેલીના નાગનાથ મહાદેવ મંદિરને ફૂલો અને રોશનીનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો,ધામધૂમથી વાજતે ગાજે ભવ્ય વરણાગી નીકળી

Amreli News: અમરેલીના ઐતિહાસિક નાગનાથ મહાદેવના 206માં પાટોત્સવની ભવ્યાતિભવ્ય રીતે ઊજવણી કરવામાં આવી હતી. સાંજે શહેરના રાજમાર્ગો પરથી ધામધૂમ સાથે વરણાગી નીકળી હતી.સાથે મહાઆરતી અને મહાપુજા જેવા વિવિધ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં સેંકડોની સંખ્યામાં લોકો જોડાયા હતા અને ઠેર ઠેર સ્વાગત કરાયું હતું.

the-nagnath-temple-in-amreli-was-lavishly-decorated-with-flowers-flags-and-lights-332903

અમરેલીમાં જમીનમાંથી ગાયના અભિષેક દ્વારા સ્વયંભુ રીતે પ્રગટ થયેલા અને વિઠ્ઠલરાવ દિવાનના પુત્રને આંખોની રોશની આપનાર પ્રગટ નાગનાથ મહાદેવના 206માં પાટોત્સવની ભારે ધામધૂમથી ઊજવણી કરવામાં આવી હતી. સમિતિ દ્વારા પાટોત્સવ નિમિત્તે નાગનાથ મંદિરને ફૂલો, રંગબેરંગી ફૂગ્ગાઓ, ધજા, પતાકાઓ તથા રોશનીથી શણગારવામાં આવ્યું હતું. સવારથી જ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. સાંજના સમયે નાગનાથ મંદિર ખાતેથી ભવ્ય વરણાગી નીકળી હતી ને શહેરના રાજમાર્ગો પર ફરી હતી. ધામધૂમથી નગરના રાજા નાગનાથ મહાદેવે નગરચર્યા કરી હતી. આ વરણાગીનું ઠેર-ઠેર વેપારીઓ, જુદા-જુદા સમાજ તેમજ સંસ્થાઓ દ્વારા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શહેરના રાજકીય મહાનુભાવો પણ આ વરણાગીમાં જોડાયા હતા. ઠેર-ઠેર શરબત સહિતના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

વરણાગી બાદ સાંજે નાગનાથ મંદિર ખાતે મહા આરતી કરવામાં આવી હતી. જેમાં શહેરના જાણીતા લોકો તથા રાજકીય મહાનુભાવોએ પણ આરતીનો લાભ લીધો હતો. તે પછી પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઉત્સવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

 

 

Related posts

આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

KalTak24 News Team

ભરૂચમાં હાંસોટ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર,પાંચ લોકોનાં ઘટનાસ્થળે જ મોત,બાળકીનો બચાવ

KalTak24 News Team

વડતાલધામ ખાતે ભવ્યાતિભવ્ય લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની ધામધૂમ પૂર્વક થશે ઉજવણી, અનેકવિધ કાર્યક્રમોનું આયોજન;જુઓ તેને લગતી તમામ માહિતી

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં