Morbi Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના આરોપી અને છેલ્લાં 14 મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળી ગયા છે. મહત્ત્વનું છે કે, હાઇકોર્ટે જયસુખ પટેલના જામીન ફગાવતા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. ઉલ્લેખનીય છે કે, 136 નિર્દોષ લોકોના મોત માટે મુખ્યત્વે જવાબદાર જયસુખ પટેલે જાન્યુઆરી 2023ના અંતમાં કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
આ પહેલાં ગુજરાત હાઈકોર્ટમાં જયસુખ પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો. જો કે હોળી પહેલા જ દેશની સર્વોચ્ચ અદાલતે જયસુખ પટેલને જામીન આપી દીધા છે.
જુદી જુદી કોર્ટમાં અનેક વાર કરી હતી જામીન અરજી
જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના MD હતા. મોરબી દુર્ઘટનાના પગલે તેની ધરપકડ કર્યા બાદ અંદાજે 400 દિવસ કરતા વધુ સમયથી તે જેલમાં હતો. જયસુખ પટેલે જુદી જુદી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. છેલ્લે ગુજરાત હાઇકોર્ટમાં પણ તેની જામીન અરજી ભગાવવામાં આવી હતી. જે પછી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના ઝૂલતા પુલનો કોન્ટ્રાક્ટ ઓરેવા કંપની પાસે હતો. આ દરમિયાન, ઝૂલતા પુલ અકસ્માતમાં 130થી વધુ લોકોના મોત થયા હતા. મહત્વની વાત એ છે કે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ SITના રિપોર્ટમાં કંપનીએ ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં આત્મસમર્પણ બાદ જયસુખ પટેલને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો.
કેટલીક શરતો પર આપ્યા જામીન
સુપ્રીમ કોર્ટમાં આ જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજુર કર્યા છે. ભૂતકાળમાં ઘટના બની ત્યારે 3 મહિના સુધી જયસુખ પટેલ ફરાર હતો.આ બધી ઘટનાને ધ્યાને રાખીને સુપ્રીમ કોર્ટે પાસપોર્ટ સહિતની ચીજવસ્તુઓ જમા કરાવવાનો આદેશ કર્યો છે. ટુંક જ સમયમાં સ્થાનિક કોર્ટમાં હાજર થવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં 6 આરોપીઓ મળી ચૂક્યા છે જામીન
મોરબી ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓને કોર્ટે મુક્ત કર્યા છે. જેમાં ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેએ કોર્ટને શરતી જામીન પર મુક્ત કર્યા છે. રાજકોટ અને મોરબીમાં તેમને ન પ્રવેશવાની શરતે જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીઓ જેમાં 3 સુરક્ષા કર્મચારી, 2 ક્લાર્ક, 1 મેનેજરનો સમાવેશ થાય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube