December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ મન શરીરની અદ્રશ્ય ચેતના છે. જે જીવનને કુદરતની સાથે જોડે છે;વિચારોના વાવેતરમાં 80મો વિચાર થયો રજૂ..

  • મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે. તેના શ્રેષ્ઠ ઉપયોગમાં જ સાર્થકતા છે. – કાનજી ભાલાળા
  • જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે. – જી. એમ. બોરડ, ડે. કલેકટર
  • જો માત્ર શરીરથી કામ કરશો તો થાકી જશો પરંતુ મનથી કામ કરશો તો પામી જશો. – કાનજી ભાલાળા

Saurashtra Patel Seva Samaj Surat in Thursday’s thought: લોકોની તંદુરસ્તી, સમૃદ્ધિ અને સુખાકારીની જાગૃતિ માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી હેલ્થ, વેલ્થ અને હેપ્પીનેસને કેન્દ્રમાં રાખી દર ગુરુવારે વિચારોનું વાવેતર કરવામાં આવે છે. તા. ૨૬-૦૯-૨૪ ના રોજ વરાછા બેંક ઓડીટોરીયમ ખાતે ૮૦માં વિચારના વાવેતર કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, મન એ જીવનનું પરમ રહસ્ય છે. મનમાં ચાલતો દરેક વિચાર એક શક્તિ છે. જો માત્ર શરીરથી કામ કરશો તો થાકી જશો પરંતુ મનથી એટલે કે દિલથી કામ કરશો તો સફળતા મળશે જ. માણસના જીવનમાં વિચારની ભૂમિકા ખુબ મહત્વની હોય છે. મન એક ચેતના છે. તે જોઈ શકાતી નથી પરંતુ જીવનનો આધાર છે. કાનજીભાઈ એ નવો વિચાર આપતા જણાવ્યું હતું કે, મન શરીરની અદ્રશ્ય ચેતના છે. જે જીવનને કુદરત સાથે જોડે છે.

માતાના ગર્ભમાં ચેતના પ્રગટે ત્યારથી બાળક કુદરત સાથે જોડાય જાય છે. પ્રાણવાયુ અને પોષણ મેળવે છે. મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે જેના શ્રેષ્ઠતમ ઉપયોગમાં જ જીવનની ખરી સાર્થકતા છે. માણસ પોતાના મનનો માત્ર ૧૦ ટકા પણ ઉપયોગ કરતો નથી. દ્રઢ સંકલ્પ સાથેના વિચારથી માણસ ધારે તે મેળવી શકે છે. તે માટે કુદરતનો આકર્ષણનો નિયમ કાર્ય કરે છે. જેનું વિચારો તેવું પામો છો. તમારો દરેક વિચાર એક શક્તિ છે. જે આકર્ષણના નિયમ ને કાર્યોવિત કરે છે. જાગૃત મન તર્ક-બુદ્ધથી નિર્ણય લે છે. પરંતુ અર્ધજાગૃત મનમાં અદભુત શક્તિ છે. માણસની દરેક ઈચ્છા પૂરી કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાગૃત અને અર્ધજાગૃત મનની અદભુત જોડી છે. એક દોડાવે છે અને બીજો શક્તિ પૂરી પડે છે. વ્યક્તિ માને કે નમાને, તે જાણે કે ન જાણે કુદરતનો આકર્ષણ નો નિયમ ગુરુત્વાકર્ષણના નિયમની માફક તેનું કાર્ય કરે જ છે. આકર્ષણનો નિયમ સારા નરસોનો ભેદ જોતો નથી. તે બ્રહ્માંડની સૌથી મોટી શક્તિ છે. તમારે શું જોઈએ છે? તમે શું બનવા માંગો છો? તે અગત્યનું નથી તે અંગે તમે શું વિચારો છો? શું અનુભવો છો? તે વધુ અગત્યનું છે. તમારા વિશે જ વિચારો છો તે તમે પામો છો. તમારૂ જીવન એ તમારા વિચારોનું પરિણામ છે. ટૂંકમાં જે જોઈએ છે તે વિચારો અને તે મળી ગયું છે તેવા અનુભવ કરો તો ઈચ્છીત પરિણામ ઝડપથી મળે છે.

જીવનમાં સ્વર્ગ અને નર્કનું કારણ માત્ર મન હોય છે. – જી. એમ. બોરડ, ડે. કલેકટર

૮૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમના ખાસ અતિથી ડેપ્યુટી કલેકટર શ્રી જી. એમ. બોરડે મનનું વિજ્ઞાન સમજાવતા જણાવ્યું હતું કે, જીવનને સ્વર્ગ કે નર્ક બનાવવાની તાકાત “મન” છે. મનુષ્યના દુઃખનું કારણ મનના વિચારો છે. દરેક વ્યક્તિના જીવનમાં મનનું આગવું સ્થાન છે. એ સ્થાને રહી મન વ્યક્તિનો જીવનમાં સ્વર્ગ જેવી પરિસ્થિતિને નર્કમાં અને નર્ક જેવી પરિસ્થિતિમાં સ્વર્ગમાં પરિવર્તિત કરવાની ક્ષમતા “મન” ની હોય છે. સુખ કે દુઃખનો કોઈ દાતા નથી. બીજાના કારણે હુ દુઃખી થાય છું. એ દુર્બુદ્ધિ છે.

મનને વૈજ્ઞાનિક રીતે સમજાવતા વધુમાં જણાવ્યું હતું કે, સાયકોલોજી અનુસાર મનના ત્રણ સ્તરો છે. (૧) જાગૃત મન, (૨) અર્ધજાગૃત મન અને (3) અજાગૃત કે અચેતન મન. પાણીમાં તરતી હિમશીલતાની જેમ ઉપર દેખાતો ૧૦% હિસ્સો જ પરિચિત હોય અને બાકીનો ૯૦% ભાગ પાણીની અંદર છુપાયેલ અપરિચિત હોય છે એવી રીતે મનનું પણ હિમશીલા સમાન માત્ર ૧૦% જ માણસ એનાથી પરિચિત હોય છે. બીજા હિસ્સાથી લગભગ દરેક વ્યક્તિ અપરિચિત હોય છે. અર્ધજાગૃત અને અજાગૃત મન શરીરની તમામ શારીરિક અને વૈચારિક પ્રક્રિયા જાગૃત મન કરે છે. મનના ત્રણેય સ્તરોમાં સૌથી ઉપરનો ભાગ જાગૃત મન છે જે શરીરના ૧૦% હિસ્સો છે. અને બાકીનો ૯૦% અર્ધહગૃત મનથી બનેલો છે. મનના પાંચ વલણો જૈવિક સંવેદના, માનવીય પ્રેરણા, વિચારો, વેદનાઓ અને યાદો છે.

અર્ધજાગૃત અને અજાગૃત મનને જાગૃત માંથી જેટલું કેળવીએ એટલું જીવન સુખી બને છે. અર્ધજાગૃત મનને વિકસિત કરવાના રસ્તાઓ ગોલ સેટીંગ, વિઝ્યુલાઈઝેશન, પોઝિટીવ, અફર્મેશન, રોલ મોડેલ અને સતત ટકાઉ પ્રયત્નો છે. મનના માધ્યમથી જ માણસ ધારેલુ લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે.

એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ બને છે. – મનુભાઈ ઢોલા, યોગાચાર્ય

ઓમ યોગ ચેરીટેબલ ટ્રસ્ટ સ્થાપક અને છેલ્લા ૩૦ વર્ષથી યોગ અભ્યાસ ક્ષેત્રે ભારત અને ઘણા વિકસીત દેશોમાં પણ મહત્વનું યોગદાન પ્રદાન કરનાર શ્રી મનુભાઈ હીરાભાઈ ઢોલા અને વંદનાબેનનું શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું. તન-મન ની તંદુરસ્તી માટે યોગ અભ્યાસના માધ્યમથી સક્રિય કામગીરી કરી રહ્યા તે તેવા મનુભાઈ પટેલ એ યોગનિંદ્રા વિશે જણાવ્યું હતું કે, માણસ જયારે શારીરીક અને માનસીક રીતે થાકી જાય ત્યારે એક કલાકની યોગનિંદ્રા દસ કલાકની ઉંઘ લેવા જેટલી મનની શાંતિ અને ઉર્જા આપે છે. યોગથી મન અને શરીરનું જોડાણ થાય છે. યોગનિંદ્રા એટલે મનની જાગૃતતા અને એકાગ્રતા. એકાગ્ર મન શરીરને પગના અંગુઠાથી મસ્તિષ્ક સુધી કમાન આપે છે. જે મનને અર્ધ જાગૃત બનાવે છે. એ સમયે તમે જેવો સંકલ્પ કરો એવું ઘટીત થાય અને જીવનનો રસ્તો મળે. ગીતાજીમાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે, કે “વૈરાગ્ય અને અભ્યાસ”થી ચંચળ મનને સ્થીર કરી શકાય છે. એકાગ્ર મનથી શારીરીક અને માનસીક જોડાણ થતા માઈન્ડફૂલનેસ અનુભવાય એ જ ખરો યોગ.

દાતા ટ્રસ્ટીનો આવકાર

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી નિર્માણાધીન હોસ્ટેલ પ્રોજેક્ટ માટે સમાજ શ્રેષ્ઠીઓનો સતત સાથ સહકાર મળી રહ્યો છે. ટેક્ષ્ટાઈલ ક્ષેત્રે અગ્રણી કંપની ભગત ટેક્ષટાઈલ એન્જીનીયર્સના શ્રી લલીતભાઈ બાબુભાઈ ભગત દાતા ટ્રસ્ટી તરીકે આવકારી સન્માનિત કર્યા હતા. તથા બાંધકામ ક્ષેત્રે અગ્રણી આમ્રપાલી ગ્રુપના શ્રી નરશીભાઈ કલ્યાણભાઈ લુખીએ ૭.૫ લાખના દાનનો સંકલ્પ કરીને રૂમદાતાશ્રી તરીકે આવકારતા નરશીભાઈ અને રમીલાબેનનું સજોડે ખાસ અભિવાદન કરવામાં આવ્યું હતું.

બહોળા પ્રતિસાદ સાથે લોક જાગૃતિ

વિચારોના વાવેતર કાર્યક્રમ અંગે ખુબ મોટો પ્રતિસાદ માળી રહ્યો છે. લોકોમાં આરોગ્ય, સમૃદ્ધિ, સુખાકારી અને લોક જાગૃતિ માટે સરાહનીય પ્રયાસ થઈ રહ્યા છે. ૮૦માં થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં દાતાટ્રસ્ટીશ્રી લલીતભાઈ ભગત તથા સંજયભાઈ વેકરીયા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગત ગુરુવારનો વિચાર ભાવેશભાઈ રફાળીયાએ રજુ કર્યો હતો વ્યવસ્થા યુવા ટીમે અને વ્યવસ્થાપક ટીમે સંભાળી હતી. અસરકારક સંચાલન આર્કિટેક હાર્દિકભાઈ ચાંચડે કર્યું હતું અને લાઈવ પ્રસારણ રીયલ નેટવર્કના અંકીતભાઈ સુરાણીએ કર્યું હતું.

 

 

 

 

Related posts

વલસાડમાં બની મોહાલી જેવી શરમજનક ઘટના, રસોયાએ વિદ્યાર્થિનીઓના નાહતા વિડીયો ઉતાર્યા

KalTak24 News Team

Ahmedabad/ અમદાવાદની એક કન્સ્ટ્રક્શન સાઈટ પર મોટી દુર્ઘટના,12માં માળથી પટકાતા 3 શ્રમિકોના મોત

KalTak24 News Team

અમદાવાદમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત-નશામાં ધૂત ચાલકે બાકડાને ટક્કર મારી,કાર પલટી

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં