December 18, 2024
KalTak 24 News
Gujarat

રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયત્ન કર્યો,તમામને સિવિલ ખસેડાયાં

Rajkot-9-members-of-Soni-family-attempt-mass-suicide-by-drinking-termite-medicine-in-Rajkot-Mumbai-businessman-takes-action-without-giving-Rs.jpg
  • રાજકોટમાં સોની પરિવારના એક સાથે 9 લોકોએ કર્યો આપધાતનો પ્રયાસ
  • તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • મુંબઇના મારવાડી વેપારીઓ પોણા 3 કરોડના બાકી પૈસા આપતા ન હતા
  • જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી..

Rajkot News: રાજકોટના ગુંદાવાડીમાં રહેતાં એક જ પરિવારના 9 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયત્ન કર્યાની ઘટના સામે આવી છે. સોની પરિવારના સભ્યોએ ઉધઈની દવા પી લીધી હતી. આ તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, મુંબઈના વેપારીએ પોણા ત્રણ કરોડ રૂપિયાનું પેમેન્ટ ના કરતાં સોની પરિવારે આ પગલું ભર્યું હતું.

મળતી વિગત મુજબ, મુંબઈના ચાર વેપારીઓને આપેલા સોના માલના પોણા કરોડ રૂપિયા આપ્યા નહોતા. જેને લીધે સોની પરિવાર બેંક લોન ભરી શક્યા નહોતા. આ પછી કંટાળીને પરિવારન 9 સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

ગુંદાવાડીમાં આવેલા ગોવિંદપરામાં રહેતાં અને સોની બજારમાં પેઢી ધરાવતાં વેપારીએ પોતાના પરિવારના બીજા 8 સભ્યો સાથે મળી ઝેરી દવા પી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો છે. તમામ સભ્યોએ રાતે સરબતમાં ઉધઈ મારવાની દવા ભેળવીને પી લીધી હતી. જો કે, આજે બપોરે બધા ભાનમાં આવતાં સારવાર માટે હોસ્પિટલમાં પહોંચ્યા હતાં. અહીં તબીબે તપાસ કરતાં લગભગ તમામ સભ્યોની હાલત ભયમુક્ત જણાઇ હતી. વેપારીએ જણાવ્યું હતું કે, મુંબઇના ચાર વેપારી કે જેઓ એકબીજાના ભાગીદાર છે તેમણે મારી પાસેથી વિશ્વાસ કેળવી સોનાના દાગીનાની ખરીદી શરૂ કરી હતી અને શરૂઆતમાં સમયસર પેમેન્ટ ચૂકવી દીધુ હતું. પરંતુ બાદમાં પોણા ત્રણ કરોડનું સોનુ ખરીદ કર્યા પછી હવે લાંબા સમયથી હું ઉઘરાણી કરતો હોવા છતાં તેઓ મારી રકમ પરત આપતાં ન હોય ઘરમાં અને વેપારમાં આર્થિક ભીંસ ઉભી થતાં કંટાળીને અમે સામૂહિક આત્મહત્યાનો નિર્ણય કર્યો હતો.

News18

પરિવારના 9 લોકો એક પછી એક નીચે ઉતર્યા

જાણવા મળ્યા મુજબ બપોરે ઇમર્જન્સી વોર્ડ ખાતે 108 આવી પહોંચી હતી અને તેમાંથી એક જ પરિવારના 9 લોકો એક પછી એક નીચે ઉતર્યા હતાં. આ તમામે ઝેરી દવા પી લીધાનું જણાવતાં તબીબ અને નર્સિંગ સ્ટાફની ટીમોએ તાબડતોબ સારવાર શરૂ કરી હતી અને અન્ય વોર્ડમાંથી પણ બીજા સ્ટાફને બોલાવી લીધો હતો. તમામે ઉધઈ મારવાની દવા પી લીધાનું જણાવાતાં તબીબે પોલીસને જાણ કરતાં હોસ્પિટલ ચોકીએ એન્ટ્રી નોંધી ભક્તિનગર પોલીસને જાણ કરી હતી.

દવા પીનારા સોની પરિવારના સભ્યોનાં નામ

  1. લલિત વલ્લભદાસ આડેસરા (ઉં.વ.72)
  2. મીનાબેન લલિતભાઈ આડેસરા (ઉં.વ.64)
  3. ચેતન લલિતભાઈ આડેસરા (ઉં.વ.45)
  4. દિવ્યાબેન ચેતનભાઈ આડેસરા (ઉં.વ.43)
  5. જય ચેતનભાઈ આડેસરા (ઉં.વ.21)
  6. વિશાલ લલિતભાઈ આડેસરા (ઉં.વ.43)
  7. સંગીતા વિશાલભાઈ આડેસરા (ઉં.વ.41)
  8. સગીર (ઉં.વ.15)
  9. એકને ઝેરની ઓછી અસર થઈ છે

પરિવારના સભ્યે જણાવ્યું કે , અમે સોની વેપારી છીએ. અમારે ઓર્ડર પ્રમાણે સોનાનું કામ કરવાનું હોય છે. અમે બહારના વેપારીને માલ આપીએ છીએ, તેમણે અમારું પેમેન્ટ આપ્યું નથી. મુંબઈના 4 વેપારી પાસેથી પોણાત્રણ કરોડ રૂપિયા લેવાના હતા. રૂપિયા માગીએ તો ટાઇમ આપ્યા રાખે છે. 11 મહિના જેટલો સમય થઈ ગયો છે. પરિવારના 9 સભ્યએ ઝેરી દવા પીધી છે. 15-15 દિવસના વાયદા આપતા હતા એટલે પોલીસ સુધી પહોંચ્યા નહોતા. પોલીસ પાસે ન જવાની ધમકી પણ આપતા. વિજય કૈલાસજી રાવલ, પ્રશાંત, મહેન્દ્ર નામના વેપારી છે. ઊધઇ મારવાની દવા પી લીધી છે.આ પછી પરિવારના 9 સભ્યોએ દવા પીધી છે.

બેંકવાળા આ પરિવારને હેરાન કરતા હતા

પ્રાથમિક માહિતી અનુસાર, બેંકવાળા આ પરિવારને હેરાન કરતા હતા અને લોનને લઈ માથાકૂટ ચાલતી હતી. પરિવારે બેંકની લોન લીધી હતી અને તે પૂરી થવાની તૈયારી હતી. ત્યારે બેંક તરફથી ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ લાગ્યો છે.

દવા પી લેનારા સોની પરિવારના 9 સભ્યો ગુંદાવાડી મેઇન રોડ પર ગોવિંદપરા-2ના ખુણે યમુનાકુંજ ખાતે રહે છે. દવા પીનારા તમામ સભ્યોને ઇમર્જન્સી વોર્ડમાં પ્રાથમિક સારવાર અપાવી વોર્ડ નં. 7માં રીફર કરવામાં આવ્યા હતાં. વેપારી લલીતભાઈ આડેસરાએ સામૂહિક આપઘાતના પ્રયાસનું કારણ જણાવતાં કહ્યું હતું કે, મારે સોની બજારમાં કેતન લલીતભાઈ આડેસરા નામની પેઢી છે અને ત્યાં બેસી હું સોનાના દાગીના બનાવી વેચવાનો ધંધો કરું છું. મારા પિતા અને ભાઈ પણ મારી સાથે આ ધંધામાં સામેલ છે. વર્ષોથી હું અલગ અલગ વેપારીઓને સોનાના દાગીના આપું છું. મારો સંપર્ક મુંબઈના વેપારીઓ સાથે કેટલાક વર્ષ પહેલા થયો હતો. તેઓએ મારી પાસેથી સોનાના દાગીના ખરીદી શરૂઆતમાં મને સમયસર પેમેન્ટ ચૂકવી દીધુ હતું અને વિશ્વાસ કેળવ્યો હતો.

ઉચ્ચકક્ષાના અધિકારીઓ  ઘટના સ્થળે

મહત્વનું છે કે આ મામલે પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને વિગતવાર માહિતી મેળવી રહ્યા છે. પરિવારના નિવેદન બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

( અમે આ ખબર પર વધારે માહિતી મેળવી રહ્યા છે )

 

 

 

 

 

 

Related posts

સુરતમાં “જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ”દ્વારા છઠ્ઠુ અંગદાન,કાપોદ્રાના નિવૃત્ત વ્યક્તિના અંગદાનથી 5 વ્યક્તિને મળ્યું નવજીવન

KalTak24 News Team

બે વર્ષ બાદ સુરત ખાતે સમસ્ત સનાળીયા ગામ નું સોળમું સ્નેહમિલન યોજાયું,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team

હૈયું કંપાવતી ઘટના! અમરેલીના રાંઢિયા ગામે રમતાં રમતાં બાળકો કારમાં બેઠાં ને દરવાજો લોક થઈ ગયો,ગૂંગળાવાથી એક જ પરિવારનાં 4 બાળકનાં મોત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં