December 19, 2024
KalTak 24 News
Gujarat

Lok Sabha Election 2024 /19મી એપ્રિલે મતદાન શરૂ થવાથી લઈ 1લી જૂન સાંજ સુધી ‘Exit poll’ અને ‘Opinion polls’ પર પ્રતિબંધ,ચૂંટણી પંચે બહાર પાડ્યું જાહેરનામું

lok-sabha-election-2024-date-election-commission-to-announce-the-schedule-for-general-elections-2024-on-16th-march-news-in-gujarati

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને આડે હવે થોડા દિવસો જ બાકી છે. એવામાં સામાન્ય ચૂંટણી અને પેટાચૂંટણી સંદર્ભે ભારતના ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં ‘ઍક્ઝિટ પોલ’ અને ‘ઓપિનિયન પોલ’ પ્રકાશિત અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં તા.19 એપ્રિલ, 2024થી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ તેમજ ગુજરાતમાં મતદાનનો સમય પૂરો થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ‘ઓપિનિયન પોલ’ પર પણ પ્રતિબંધ રહેશે.

આ તારીખથી ‘ઍક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

ઉપરોક્ત જાહેરનામું લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની કલમ-126(ક) ની પેટાકલમ (1)થી મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટાકલમ (2) ની જોગવાઈઓ અનુસાર અમલીકરણ કરવાનું રહેશે. જે પ્રમાણે જરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની 05 બેઠકોની પેટાચૂંટણી સંદર્ભે તા.19.04.2024 ને શુક્રવારના સવારે 07:00 વાગ્યાથી તા.01.06.2024 ને શનિવારના સાંજના 06:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘ઍક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જોગવાઈઓનો ભંગ કરનારને 02 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે.

આ પ્રતિબંધ 19મી એપ્રિલના સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને 1લી જૂનના સાંજે 6:30 વાગ્યા સુધી અમલી રહેશે. આ પ્રતિબંધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અથવા અન્ય કોઈપણ પ્રકારના પ્રસાર માધ્યમ પર લાગૂ પડશે.

શું છે ચૂંટણીપંચનું જાહેરનામું

ચૂંટણીપંચના જાહેરનામાં અનુસાર, લોકસભાની સામાન્ય ચૂંટણી અને ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ‘ઓપિનિયન પોલ’ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધી કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં.

સામાન્ય ચૂંટણી તથા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂરી થાય ત્યા સુધી 48 કલાકની અવધિ દરમિયાન ઈલેક્ટ્રોનિક મીડિયા પર જનમત સર્વેક્ષણો અથવા અન્ય કોઈપણ પ્રકારના સર્વેક્ષણોના પરિણામો સહિત ચૂંટણી સંબંધિત સામગ્રીને રજૂ કરવા પર આ પ્રતિબંધ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે 16 માર્ચના રોજ દેશમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. આ સાથે જ ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરી હતી.

ત્યારબાદ પ્રથમ તબક્કાનું નામાંકન પૂરું થઈ ચુક્યુ છે. હવે બીજા તબક્કાના નોમિનેશન ઈશ્યુ છે. 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કામાં મતદાન યોજાશે. અને સાતમા તબક્કાનું મતદાન 1લી જૂનના રોજ યોજાશે. મતદાનના પરિણામો 4 જૂનના રોજ જાહેર થશે.

 

 

 

 

Related posts

માલવાહક લિફ્ટમાં કામદારનું માથું આવી જતાં મોત નીપજ્યું

KalTak24 News Team

BREAKING: સુરતમાં દુષ્કર્મ આચરી દોઢ વર્ષની બાળકીની હત્યાનો કેસ, નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી-11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

KalTak24 News Team

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં