December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોના નામની યાદી: 3 FIR ના 26ની ધરપકડ અને અન્ય 250-300 અજાણ્યા ટોળા સામે ફરિયાદ

સુરતના સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ 8 સપ્ટેમ્બરના રાતના 9 વાગ્યા પછી પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી. પોલીસે લાઠીચાર્જ અને ટીયરગેસના સેલ છોડી મોડી રાત્રે 2 વાગ્યે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. આ મામલે બપોર(9 સપ્ટેમ્બર, 2024) સુધીમાં 26 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.અન્ય ૨૫૦-૩૦૦ અજાણા ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.હાલ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને શાંતિપૂર્ણ માહોલ છે.

લાલગેટ પોલીસ સ્ટેશનમાં ધરપકડ કરાયેલા 26 સામે ભારતીય દંડ સંહિતા કલમ 109, 115(1), 189(1), 190, 191(1), 324(4), 125, 121(1) હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થર મારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે.૨૮ લોકો હાલમાં પોલીસ સ્ટેશનમાં રાખવાં આવ્યા છે ત્યારે તેમના પર થયેલ ફરીયાદની આ રહી એક્સક્લુઝિવ એફ.આઇ.આર કોપી..

પકડાયેલા આરોપીઓના નામ..

(૧) અસરફ અબ્દુલ સલમાન અંસારી ઉ.વ.૩૨ રહે-૧૬/૭૮ કલાઈગરવાડ સૈયદપુરા પમ્પિંગ,સુરત (૨) સૈયદ આસિફ મેહબુબ ઉ.વ.૩૪ રહે-થર્ડ ફ્લોર ફારુક મંઝિલ સૈયદપુરા સુરત (3) ચૌહાણ અલ્તાફ સુલેમાન ઉ.વ.૨૬ રહે-૭/૧૨૪૩ બોમ્બે વાલા બિલ્ડીંગ વરિયાળી બજાર (૪) ઇસ્તીયાક મુસ્તાક અન્સારી ઉ.વ.૩૫ રહે-૧૬/૨૫૨૬ અંજુમન ચાલ ચિકન વાલી મસ્જિદ સૈયદપુરા સુરત (૫) આરીફ અબ્દુલ રહીમ શેખ ઉ.વ-૪૩ રહે-ફ્લેટ નં-૨૦૩,રોશનપાર્ક,સૈયદપુરા, લાલગેટ,સુરત (૬) શેખ તલ્હા મજદરૂલ હક્ક ઉ.વ-૩૫ રહે-રૂમ નં-૩૦૧, ત્રીજોમાળ, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૭) ઇલ્યાસ ગુલામુન શેખ ઉ.વ-૫૮ રહે-એચ-૦૧, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૮) ઇરફાન મોહમદ હુસૈન બાગીયા ઉ.વ-૪૦ રહે- રહે-ફ્લેટ નં-૧૦૧,રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૯) અનસ આમીર ચરમાવાલા ઉ.વ-૨૪ રહે-એચ.જી-૦૫, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૦) મોહમદ સાકીલ મોહમદ યુસુફ ગાડીવાલા ઉ.વ-૩૪ રહે-૩/૪૨૦૬-૦૭, બરાનપુરી ભાગળ,બુંદેલાવાડ, જલારામ મંદીરની બાજુમાં,ભાગળ, લાલગેટ,સુરત

(૧૧) આસીફ મહીર વિધ્ય ઉ.વ-૩૪ રહે-ફ્લેટ નં-૨૦૧, રોશન પાર્ક એપાર્ટમેંટ, સૈયદપુરા, લાલગેટ,સુરત (૧૨) શેખ ઇમામુલ ઇસ્માલ ઓસ્તાક ઉ.વ-૩૨ રહે-ફ્લેટ નં-૪૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૩) સૈયદ ફૈમુદ્દીન હુસૈનુદ્દીન ઉ.વ-૪૨ રહે-ફ્લેટ નં-૬૦૨, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૪) સાજીદ શેખ અબ્દુલ મુનાફ માસ્ટર ઉ.વ-૪૭ રહે-ફ્લેટ નં-૬૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૫) આબનજી હસન અલુબબકર ઉ.વ-૨૬ રહે-ફ્લેટ નં-૧૦૬, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૬) તૈયબાની મુસ્તુફા કાદરઅલી ઉ.વ-૩૩ રહે-ફ્લેટ નં-૫૦૬, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૧૭) ઇમરાન અલી મોહમદ પરીયાણી ઉ.વ-૩૫ રહે-ફ્લેટ નં-૫૦૫, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ, સુરત (૧૮) ઇરફાન સુલેમાનભાઇ કમાણી ઉ.વ-૩૭ રહે-૨૦૨, આલીયા એપાર્ટમેંટ, મોહમદી એપાર્ટમેંટની સામે, ભંડારીવાડ, સૈયદપુરા,સુરત (૧૯) કાજી ઉસેરા સાઉદ એહમદ ઉ.વ-૨૨ રહે-૪૦૨-બી, મીના કોમ્પલેક્ષ, સગ્રામપુરા, ગોલકીવાડ, સુરત (૨૦) મોહમદ વાસી સૈયદ સુદુકી ઉ.વ-૩૪ રહે-ફ્લેટ નં-૩૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત,

(૨૧) મોહમદ અયાન મોહમદ રઇશ ઉ.વ-૨૨ રહે-ફ્લેટ નં-૬૦૧, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત (૨૨) મોયુદ્દીન ભીખાભાઇ ઘાંસી ઉ.વ-૨૨ રહે-૩૦૦, રહેમાની પેલેસ, વેડ દરવાજા, લાલગેટ, સુરત (૨૩) સોહેબ સાહીલભાઇ ઝવેરી ઉ.વ-૨૨ રહે-ફુલવાડી ભરીમાતા મેઇન રોડ, સુરત (૨૪) શા ફીરોજ મુખ્તાર શા ઉ.વ-૨૫ રહે-૫૦૨, ગોગા મંજીલ, પસ્તાગીયા શેરી,રામપુરા,સુરત (૨૫) અબ્દુલ કરીમ રસીદ સહેમદ ઉ.વ-૨૧ રહે-રીવરવ્યુ સોસાયટી,ભરીમાતા રોડ, લાલગેટ,સુરત (૨૬) શેખ ઝુનેદ શેખ વહાબ ઉ.વ-૩૯ રહે-ફ્લેટ નં-૪૦૪, અલીઇલાફ એપાર્ટમેંટ, રાજાવડી, સૈયદપુરા,લાલગેટ,સુરત તથા અન્ય ૨૦૦ થી ૩૦૦ નુ ટોળુ જેઓના નામ સરનામાની ખબર નથી

FIR-1 : કિશોરે મંડપ પર પથ્થર મારતાં પ્રતિમા નીચેના ઢોલને નુકસાન થયું હતું

રવિવારે હું સ્ટાફ સાથે પેટ્રોલિગમાં હતો ત્યારે રિક્ષામાં આવેલા 6થી 8 છોકરાએ મંડપ પર પથ્થર મારતા મૂર્તિના ઢોલને નુકસાન થયું હતું. તમામને ચોકી પર લાવી પૂછપરછ કરતા હતા ત્યારે બહાર 300નું ટોળું ભેગું થતાં વધુ પોલીસ ફોર્સ બોલાવી પડી હતી. કેટલાક ઈસમોએ બૂમો પાડી હતી કે, ‘માથામાં લાકડી મારો તો મરી જશે’ એમ કહી હુમલો કરતાં અમારા બે પોલીસકર્મીઓને ઈજા પણ થઈ હતી.

FIR-2: 70થી 80 યુવકોએ પાર્ક કરેલાં વાહનોને આગ ચાંપી સળગાવ્યાં હતાં

સુરત સૈયદપુર વિસ્તારમાં પથ્થરમારાની ઘટનામાં સુરત પોલીસ દ્વારા ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાંથી બીજી એફઆઈઆર 70 થી 80 અજાણ્યા લોકો સામે નોંધવામાં આવી છે જેમણે કતારગામ દરવાજા પાસેના પાર્કમાં એક મંડળી બનાવીને એકબીજાને મદદ કરી હતી. વાહનોમાં તોડફોડ કરવા અને આગ લગાવીને ભાગી જવાનો કેસ નોંધવામાં આવ્યો છે.બે વાહનને આગ લગાવી હતી. પોલીસે 3 ટીયર ગેસ છોડતાં ટોળું વેરવિખેર થઈ ગયું હતું. બાદમાં ફાયરબિગ્રેડે વાહનો પર પાણનો મારો ચલાવી ઓલવ્યાં હતા.

FIR-3 : આરતીની તૈયારી કરતા હતા ત્યારે રાત્રે 9.30 વાગ્યે છોકરાઓ રિક્ષામાં આવ્યા

ત્રીજી એફઆઈઆર 8 સપ્ટેમ્બરે ગણેશ પંડાલ પર સગીરો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારાને લઈને નોંધવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે 6 થી 8 સગીર એક રિક્ષામાં બેસાડી તેમના હાથમાં પથ્થરો લઈને ખરાબ ઈરાદાથી આવ્યા હતા અને મંડપ માં રાખેલી મૂર્તિ અને ઢોલક પર પથ્થરમારો કરીને નુકશાન પહોચડવાની કોશિશ કરીને હિન્દુ ધર્મની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડવા કરીને એકબીજાને મદદ કરીને ગુનો કર્યો હતો.

સુરતની ઘટના બાદ રાજ્યનું પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ત્યારે આજે રાજ્યના પોલીસ વડા તમામ જિલ્લાના SP, IG તથા પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે. તહેવારો દરમિયાન રાજ્યમાં કોમી એકતા જળવાય અને અસાજિક તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. તમામ જિલ્લાઓમાં શાંતિ સમિતિ સાથે બેઠક યોજાશે.

 

 

 

 

 

Related posts

અમદાવાદમાં 14 પીઆઈની આંતરિક બદલી,જાણો કોને ક્યાં ચાર્જ સોંપાયો?

Mittal Patel

Pre-Monsoon Rain: અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ,ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

KalTak24 News Team

વતનમાં વડાપ્રધાન: વડાપ્રધાને રાજકોટ એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં