જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન,પી.પી.સવાણી હોસ્પિટલ અને પટેલ સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરીવાર દ્વારા અંગદાન થકી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું.
Organ Donation in Surat: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખવા લાગ્યું છે.પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુળ પુંજાપાદર ગામ,અમરેલીના વતની હાલ મોટા વરાછા વિસ્તાર રહેતા મૌલિકભાઈ કિકાણી તેમના પત્ની પીનલબેન મૌલિકભાઈ કિકાણી બેભાન અવ્યસ્થામાં જોવા મળ્યા હતા.ત્યારે તેમને તત્કાલિક સુરત,વરાછા રોડ,ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતાજ્યા પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.ત્યારે જીનવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી પટેલ સમાજના અગ્રણીઓ અને કિકાણી પરિવારના સભ્યોએ પીનલબેનના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.પીનલબેનના બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન કરવામાં આવ્યુ છે. આ અંગોના દાન થકી 5 વ્યક્તિને નવ જીવન બક્ષ્યું છે.વધુમાં,પીનલબેનને સંતાનમાં ટ્વિન્સ બાળકો છે દીકરો હેતાંશ અને દીકરી હિરવા (7 વર્ષ) ધો.1માં અભ્યાસ કરે છે.
જુઓ VIDEO:
પ્રાપ્ત માહિતી અનુસાર, 24 માર્ચના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવાનો ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણી ને તેઓએ બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પીનલબેન ખૂબજ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત, વરાછા રોડ,ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડો. સંકેત ઠક્કર, ડો આયુષ ગોળકીયા, ડો. મિતલ કોઠારી, ડૉ.શૈલેષ દેસાઈ, ડો જયદીપ હિરપરા દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના મામા પ્રદીપભાઈ દ્વારા તેમના ભાઈ ડો. મુકેશ પડસાળા નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેવોએ તાત્કાલીક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યો હતો.
બ્રેઈનડેડની પરિસ્થિતિમાં શું કરી શકાય એ માટે મામા પ્રદીપભાઈ પડસાળા, ડો. મુકેશભાઈ પડસાળા, દર્દીના જેઠ યોગેશભાઈ કિકાણી અને દર્દીના પિતા નંદલાલ કોલડીયા દ્વારા રાત્રે 2.30 વાગ્યે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને સાથે મળી ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી.પરિવારના મામા પ્રદીપભાઈ અને ડો. મુકેશભાઈ પડસાળાએ સમગ્ર પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.
અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.પી.પી.માણિયા હોસ્પિટલના ડૉ. નિલેશ માણિયા તથા પટેલ સમાજના યુવા આગેવાન ડૉ. મુકેશ પડસાળા, પ્રદીપભાઈ પડસાળા, યોગેશભાઈ કિકાણી, સંજય પદમાણી અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું.લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, સુરત ના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.
અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલીયા, ડો. નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, હર્ષ પાઠક, વલ્લભભાઈ ચોથાણી, પી.પી.માણિયા હોસ્પિટલના ચેરમેન ડો. નિલેશ માણીયા, ડો. સંકેત ઠક્કર, ડો. આયુષ ગોળકીયા, ડો. મિતલ કોઠારી, ડો. શૈલેષ દેસાઈ, ડો. ભુપેન્દ્ર મકવાણા, ડો. મેહુલ કાબરીયા, ડૉ. રાકેશ અવૈયા, ડૉ. જયદીપ હિરપરા, રાજ માણિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને કિકાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.
તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરત થી અમદાવાદ સુધીનો 269kmનો ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મુ અંગદાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:
-
સુરત/વર્ષ-2024માં બંને હેન્ડ ડોનેશનનો પ્રથમ કિસ્સો,ઘરઆંગણે લગ્ન પ્રસંગ સમયે અંગદાનનો નિર્ણય,બ્રેઈનડેડ મહિલાએ અંગોના દાન થકી 6 લોકોને નવજીવન..,VIDEO
-
સુરત/ દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના શાહ પરિવારે વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કર્યું,આંખોમાં આસું સાથે આપી વિદાય;4 વ્યક્તિને મળશે નવજીવન,VIDEO
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube