December 18, 2024
KalTak 24 News
Gujarat

સુરતના વાતાવરણમાં સવારમાં શહેર અને જિલ્લામાં 100 ફૂટ દૂર કઈ ન દેખાય એવું ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય,વિઝિબિલિટી ઓછી થતાં વાહનચાલકોની મુશ્કેલી વધી

Surat News: સુરતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા એક સપ્તાહની અંદર ઠંડી અને ગરમીના અનુભવથી સુરતીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે. બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે, તો મોડી રાતે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો દેખાય છે.ત્યારે આજે સવારના સમયે વાતાવરણમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી. જેથી વાહનચાલકોને વાહનો ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતામાં મુકાયા.

આજે વહેલી સવારે સુરત શહેર અને જિલ્લાની અંદર વાતાવરણમાં સ્પષ્ટ રીતે પલટો દેખાયો હતો. માવઠા સમયે જે પ્રકારે વાતાવરણમાં પલટો આવે છે, તેવો માહોલ સુરતમાં જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ધુમ્મસ ભર્યા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો વર્તાયો હતો. દરરોજ સવારે જ્યાં તડકો દેખાતો હતો, ત્યાં આજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી જોવા મળી હતી. વાહનચાલકોએ પણ હાઇવે પર વાહનની લાઈટનો સહારો લેવાની ફરજ પડી હતી. એકાએક ધુમ્મસ છવાઈ જતા વાતાવરણમાં થોડી ઠંડક રહી હતી, પરંતુ ખેડૂતોની ચિંતા વધી હતી.

સુરતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. બપોરના સમયે ગરમીનો પારો ચડતા અસત્ય ગરમીથી સુરતીઓ ત્રસ્ત દેખાય છે. તો સાંજના સમયે અને રાત્રિના સમયે પણ બફારો અનુભવી રહ્યા છે. આવી સ્થિતિમાં એકાએક ધુમ્મસ જેવું વાતાવરણ ઊભું થતા ખેડૂતોમાં માવઠાને લઈ ચિંતા વધી છે. વાતાવરણમાં થતા સતત બદલાવને કારણે લોકો બેચેની અનુભવી રહ્યા છે અને સ્વાસ્થ્યને લઈને પણ અનેક તકલીફો સામે આવી રહી છે.

વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતામાં મુકાયા.

વધુ ધુમ્મસના કારણે વાહનોની સ્પીડ પણ ઘટી ગઈ હતી. સવારે ઠંડી તો બપોરે તડકાનો અનુભવ લોકો કરી રહ્યા છે.બેવડી ઋતુના કારણે રોગચાળો વધે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. હાલ શરદી-ઉધરસ અને તાવના કિસ્સામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ધુમ્મસના કારણે ખેડૂતોમાં પણ ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે.

 

 

 

 

Related posts

સશસ્ત્ર સેના ધ્વજ દિને ફાળો અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા પ્રગટ કરી

KalTak24 News Team

BREAKING NEWS/ અમરેલી પંથકમાં ધરા ધ્રૂજી : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

KalTak24 News Team

ઉનાળામાં આઇસક્રીમ ખાતા પહેલાં ચેતજો,સુરતમાં આઇસ્ક્રીમના 10 નમૂના ફેઇલ, 87.5 કી.ગ્રા. કિલો આઇસ્ક્રીમના જથ્થાનો નાશ,જોઇ લો લિસ્ટ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં