Shree Kastabhanjandev Bhojnalaya inaugurated 200 kilowatt solar plant: રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ ગ્રીન એનર્જી માટે સોલાર રૂફટોપ સિસ્ટમને પ્રોત્સાહન આપી રહી છે. ત્યારે સ્વામિનારાયણ મંદિર-વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી તારીખ 24-08-2024ને શનિવારના રોજ ગુજરાતના સૌથી મોટા શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલયના ટેરેસ ઉપર 200 કિલો વોટના સોલાર પ્લાન્ટનું શુભ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું
![](https://kaltak24news.com/wp-content/uploads/2024/08/Group-199-7-300x169.jpg)
![](https://kaltak24news.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-24-at-6.40.39-PM-300x200.jpeg)
![](https://kaltak24news.com/wp-content/uploads/2024/08/WhatsApp-Image-2024-08-24-at-6.40.37-PM-1-300x200.jpeg)
આ પ્રસંગે ગુજરાત રાજ્યના સહકારીતા મંત્રીશ્રી જગદિશભાઈ વિશ્વકર્મા,પૂજ્ય કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા (શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર,સાળંગપુરધામ)ના વરદ્ હસ્તે તેમજ શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા (ફાઉન્ડર, ગોલ્ડી સોલાર)ની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ 200 કિલો વોટના સોલાર પ્લાન્ટ પર ડે 1 હજાર યુનિટ જનરેટ કરશે જેથી વર્ષે સંસ્થાને 35 થી 40 લાખનો ફાયદો થશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube