December 18, 2024
KalTak 24 News
Gujarat

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી;અમદાવાદ-બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા

Gujarat Weather : ગુજરાતમાં લગભગ શિયાળાએ વિદાય લીધી હોય અને ઉનાળો શરૂ થવાની તૈયારી હોય તેવું વાતાવરણ છેલ્લા કેટલાક દિવસથી અનુભવાઈ રહ્યું છે. આ વચ્ચે આજે અને આવતીકાલે એમ બે દિવસ સમગ્ર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ થઇ શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમના કારણે રાજ્યમાં માવઠા શક્યતાઓ છે. ત્યાં જ આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ થવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. બીજી તરફ મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદમાં હળવા વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદમાં હળવો વરસાદ પડી શકે છે.

આજે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગ અનુસાર આજે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.

નોંધનિય છે કે, ગઇકાલે રાત્રે ભાવનગરાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો હતો. અહીં ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મોરચંદ, છાયા, ગુંદી, કોળિયાક પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો રતનપર, બાડી, પડવા સહિતના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકશાનની ભીંતિ સેવાઇ રહી છે.

આવતીકાલે કયા જિલ્લાઓમાં વરસાદની શક્યતા

આવતીકાલે એટલે કે 2 માર્ચના રોજ રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.

આજે કયા શહેરમાં કેટલું રહ્યું લઘુત્તમ તાપમાન

આજના લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 22.8 ડિગ્રી, ડીસામાં 22.4, ગાંધીનગરમાં 20.2, વલ્લભ વિદ્યાનગરમાં 22.8, વડોદરામાં 24.2, સુરતમાં 22.2, વલસાડમાં 18.6, ભુજમાં 20.6, નલિયામાં 16.8, કંડલા પોર્ટમાં 22.1, અમરેલીમાં 20.8, ભાવનગરમાં 21.2, દ્વારકામાં 24, ઓખામાં 22.6, પોરબંદરમાં 19.2, રાજકોટમાં 21.6, વેરાવળમાં 22.3, સુરેન્દ્રનગરમાં 23, મહુવામાં 17.3 અને કેશોદમાં 18.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા

1લી માર્ચે રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદમાં કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે તેવી શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે બીજી માર્ચે નવસારી, વલસાડ અને ગીર સોમનાથમાં માવઠું થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે.

 

 

 

Related posts

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી,ગુજરાતને મળી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન

KalTak24 News Team

સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો પર કાળો કલર કરીને તોડવાનો કર્યો પ્રયાસ,અજાણ્યા શખ્સની પોલીસે કરી અટકાયત,મંદિરમાં પોલીસનો કાફલો ખડકાયો,VIDEO

KalTak24 News Team

જામ સાહેબે ઉત્તરાધિકારીની કરી મોટી જાહેરાત, પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના બનશે વારસદાર

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં