December 18, 2024
KalTak 24 News
Gujarat

રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ. ૨૫૫ કરોડ ને આપી મંજૂરી

small-pilgrimage-centers-will-be-developed-at-the-cost-of-857-crore-rupees-of-gujarat-gandhinagar-news
  • સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર મહાનગર પાલિકાને રૂ. ૧૨.૮૪ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૬૦.૭૨ કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ. ૧૮૧.૫૦ કરોડ

KalTak24 ન્યૂઝ ડેસ્ક/ગાંધીનગર: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ ૨૫૫.૦૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાટ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ ૫૭૯ કામો માટે રૂ. ૧૮૧.૫૦ કરોડ ફાળવવા મુખ્યમંત્રીશ્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગાંધીનગર મહાનગરપાલિકાને 12.84 કરોડ રૂપિયા મંજૂર

રાજ્યના મહાનગરોમાં આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની મરામત સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રણ મહાનગરપાલિકાઓની રજૂ કરવામાં આવેલી દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે.મુખ્યમંત્રીશ્રીએ સુરત મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના જુદા જુદા ૧૨ કામો માટે ૬૦.૭૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના નવિનીકરણ કામો માટે ૧૨.૮૪ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.

ત્રણ મહાનગરપાલિકાઓને રૂ. 255 કરોડ મંજૂર

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને ૧૪૯૩ કામો માટે રૂ. ૭૪૦.૮૫ કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના ૨૯ કામો માટે રૂ. ૧૬૮.૯૪ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને ૦૭ કામો માટે રૂ. ૫૭.૬૮ કરોડ મળીને કુલ શહેરી સડકના ૧૫૨૯ કામો માટે ૯૬૧.૪૭ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

 

 

 

 

 

Related posts

પંચમહાલના દિગ્ગજ નેતા અને માજી સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન, 83 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

KalTak24 News Team

સુરત/ પૈસા,પદ કે પ્રતિષ્ઠા કરતા ચારિત્ર વધુ મુલ્યવાન છે,વિચારોના વાવેતરમાં ૩૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં કષ્ટભંજન દેવની રંગોળી સૌ ભક્તોની બની આકર્ષણનું કેન્દ્ર,જુઓ 3D રંગોળી

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં