- પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા
- અત્યાર સુધી ઘો.12 પાસ પર લેવાતી હતી પરીક્ષા
- તલાટીની નવી ભરતી હવે ગ્રેજ્યુએશન પર થશે
Gandhinagar News: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની શૈક્ષણિક લાયકાતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તલાટી કમ મંત્રીની લાયકાત ધોરણ 12 પાસને બદલે સ્નાતક કક્ષાની કરવામાં આવી છે. એટલે કે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ તલાટી કમ મંત્રીની ભરતીની પરીક્ષા માટે અરજી કરી શકશે.
‘નવી ભરતી ગ્રેજ્યુએશન પર થશે’
તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે પંચાયત વિભાગે નવા નિયમો જાહેર કર્યા છે. જે મુજબ તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધોરણ 12 પાસ ઉમેદવારો તલાટી કમ મંત્રીની પરીક્ષા આપી શકતા હતા, પરંતુ હવે તલાટી કમ મંત્રીની નવી ભરતી ગ્રેજ્યુએશન પર જ થશે.
BIG BREAKING | Gujarat: તલાટી કમ મંત્રી માટે શૈક્ષણિક લાયકાતમાં મોટો ફેરફાર, હવેથી સ્નાતક થયેલા ઉમેદવારો જ તલાટી કમ મંત્રી બની શકશે, પંચાયત વિભાગ દ્વારા કરવામાં આવ્યો મોટો ફેરફાર..#breakingnews #gujarat #talatiexam #exam #gujaratinews #Kaltak24news pic.twitter.com/SFxoIBDGqx
— Kaltak24 News (@KalTak24News) December 12, 2023
તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવાશે
અત્રે નોંધનીય છે કે, હવેથી તલાટી કમ મંત્રી સંવર્ગની જાહેરાત સ્નાતક કક્ષાએ લેવામાં આવશે. જોકે તલાટીની તમામ પોસ્ટ ભરાઈ ગઈ હોવાના કારણે હાલમાં નજીકના ભવિષ્યમાં પરીક્ષાની કોઈ પણ જાતની શક્યતા દેખાતી નથી.
તાજેતરમાં જ ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા
ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ રાજ્યમાં તલાટી કમ મંત્રી અને જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. જેમાં પંચાયત સેવાના 3014 તલાટી કમ મંત્રીને નોકરી મળશે. તો 998 જૂનિયર ક્લાર્કને પણ નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા. તલાટી કમ મંત્રી તથા જૂનિયર ક્લાર્ક સહિત આશરે 4500 ઉમેદવારને નિમણૂંક પત્ર એનાયત કરાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube