Botad News: દેશમાં ટ્રેનને પાટા પરથી ઉથલાવવા માટેના 20થી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે. તાજેતરમા સુરતના કીમ રેલવે સ્ટેશન નજીક પણ રેલવેના ત્રણ કર્મીઓએ પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવા માટે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે વધુ એક બનાવ ગુજરાતમાં બોટાદ જિલ્લામાં બનવા પામ્યો છે. જ્યાં કુંડલી ગામ પાસે મોડી રાત્રે રેલવે ટ્રેક પર 4 ફૂટના લોખંડના પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવતા ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં પોલીસે ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા સાથે તપાસ હાથ ધરી છે.
ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઓખાથી ભાવનગર તરફ જતી એક ટ્રેન બોટાદના કુંડલી ગામ નજીક પહોંચી ત્યારે રેલવે ટ્રેક પર ઉભા કરી દેવામાં આવેલા 4 ફૂટના લોખંડના પાટાના ટૂકડો અથડાયો હતો. જેના કારણે ટ્રેનનું એન્જીન બંધ થઇ ગયું હતું. આ બનાવમાં ટ્રેન સલામત રીતે રેલવે ટ્રેક પર ઉભી રહી જતાં ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ બચ્યા હતા. બનાવ અંગે રેલવે વિભાગને જાણ કરવામાં આવતા બોટાદ એસપી, ડીવાયએસપી, રેલવે પોલીસ, રેલવે અધિકારીઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા.
બોટાદ: રેલવે પાટા પરથી મળ્યા લોખંડના ટુકડા
રેલવે ટ્રેક પર 4 ફૂટનો પાટાનો ટુકડો ઊભો કર્યો
ઓખા-ભાવનગર ટ્રેન અથડાઇને ઊભી રહી ગઈ
બોટાદ એસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર
રેલવે અધિકારીઓનો મોટો કાફલો બનાવ સ્થળે#botad #gujarat #train #okha #bhavnagar #railwaytrack pic.twitter.com/tKtPlyOLbt
— DD News Gujarati (@DDNewsGujarati) September 25, 2024
ટ્રેન ઉથલાવવાના પ્રયાસની આશંકા
પોલીસને રેલવે ટ્રેક પરથી લોખંડના ટૂકડા મળી આવ્યા હોવાની વિગતો છે. ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસે ડોગ-સ્ક્વોડ અને ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે. સમગ્ર બનાવ અંગે બોટાદ જિલ્લા એસપી કે.એફ બરોડિયા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, કુંડલી ગામથી બે કિ.મી.ના અંતેર વહેલી સવારે રેલવે ટ્રેક પર જૂનો પાટાનો ટૂકડો ઉભો કરી દેવામાં આવ્યો હતો. જેની સાથે ટ્રેન અથડાયા બાદ ઉભી રહી ગઇ હતી. બનાવ અંગે રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા પોલીસને જાણ કરવામા આવતા આ અંગે તપાસ હાથ ધરાઈ છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube