Amreli News: 14 અમરેલી લોકસભા મતવિસ્તારની સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અજય દહિયા દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીમા મીડિયા સેન્ટરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મીડિયા સેન્ટરને ખુલ્લુ મૂકતી વેળાએ જિલ્લા ચૂંટણી અધિકારી અને પત્રકારો સિગ્નેચર કરી મતદાન જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ મીડિયા સેન્ટરનું નિરીક્ષણ કરતા જણાવ્યુ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન જિલ્લાના પત્રકારઓ અને નાગરિકોને ચૂંટણીલક્ષી વિગતો ઉપલબ્ધ કરાવવા માટે આ મીડિયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું નાગરિકો ચૂંટણીલક્ષી કોઈ પણ પ્રકારની રજૂઆત કે ફરિયાદ 1950 નંબર પર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ દ્વારા તે ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ થાય તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીએ જિલ્લાના નાગરિકોને C-VIGIL એપનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
મીડિયા સેન્ટરમાં 14 -અમરેલી લોકસભા મતવિસ્તારનો ચૂંટણી કાર્યક્રમ, મતવિસ્તાર પ્રમાણે મદદનીશ ચૂંટણી અધિકારીઓની યાદી અમરેલી લોકસભા મતવિસ્તારની વર્ષ-1962ની સામાન્ય ચૂંટણીથી વર્ષ-2019ની સામાન્ય ચૂંટણી સુધીની આંકડાકીય વિગતો અમરેલી લોકસભા મતવિસ્તારના મતદારોની સંખ્યા અને તેને લગતી યાદીઓ, ઇવીએમ, વીવીપેટ અંગે સમજણ, ચૂંટણી પંચની વિવિધ, વૉટર હેલ્પલાઈન નંબર 1950ની માહિતી, ટોલ ફ્રી નંબર 1800 233 0588ની વિગતો, વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે મતદારોની વૉટર હેલ્પલાઇન એપના ફાયદા, સી -વિજિલ મોબાઇલ એપ્લિકેશન સહિતની તમામ બાબતોનું પેનલ દ્વારા નિદર્શન કરવામાં આવ્યું છે. આ પેનલ દ્વારા પત્રકારઓને તેમજ નાગરિકોને ચૂંટણી લક્ષી વિવિધ માહિતી મળી રહેશે.
મીડિયા સેન્ટરની સમગ્ર પેનલ તૈયાર અને સંકલન કામગીરી જિલ્લા માહિતી કચેરીના ઓપરેટર એમ.એમ. ધડુક અને ચૂંટણી શાખાના નાયબ મામલતદાર દિક્ષિતભાઇ ભોરણીયા દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન જિલ્લા માહિતી કચેરીના માહિતી મદદનીશ જે.જે. મિશ્રા દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ પ્રસંગે અમરેલી જિલ્લા નાયબ ચૂંટણી અધિકારી સક્સેના, અમરેલી જિલ્લા નાયબ માહિતી નિયામક, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી અમરેલીના અધિકારી, કર્મયોગીઓ તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube