Door to door Garbage Collection Team Surat: સુરતમાં ઈમાનદારી અને પ્રમાણિકતાનું ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. ત્યારે મનપાના ડોર ટૂ ડોર ગાર્બેજ કલેકશન વાહનના સ્વછતા મિત્રોની એક ટીમને પુણા વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી દરમિયાન સ્વચ્છતા મિત્રોને ઘરેણા ભરેલું બોક્સ મળ્યું હતું. આ બોક્સ લઈને માલિકની શોધખોળ પણ કરી હતી પરંતુ આખરે માલિક નહી મળતા પુણા પોલીસ મથકમાં ઘરેણા જમા કરાવ્યા છે. આ પ્રમાણિકતા બદલ સ્વચ્છતા મિત્રોનું સન્માન પણ કરાયું હતું.
બે પાટલા, બુટ્ટી અને હારનો સેટ મળી આવ્યો
મળતી માહિતી મુજબ ઈસ્ટ ઝોન-એ (વરાછા)ના વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન પુણા ગામના નિશાળ ફળિયા, મકનજી પાર્ક વિગેરે વિસ્તાર મા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે. આ વાહનના સ્વચ્છતા મિત્ર ગણેશ કુમાર મુરલીધર અને શીલાબેન સંજયભાઇ વાંનખેડે તથા ડ્રાઇવર સલમાન શેખની ટીમને હાથમાં પેહરવાના પાટલા નંગ-01, કાનમાં પેહરવાની બુટ્ટી નંગ-02, તથા ગળામા પેહરવાનો હાર નંગ-01નું ભરેલ બોક્ષ ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીમાં ગાર્બેજ સાથે મળી આવ્યું હતું. જેથી તેઓએ પુણા-એની વોર્ડ ઓફીસના સ્ટાફને સાથે રાખી વિસ્તારમાં માલિકની શોધખોળ માટે પુછપરછ કરી હતી પરંતુ માલીક નહીં મળતા પુણા પોલીસ સ્ટેશનમાં હકીકતલક્ષી વિગત આપી જમા કરાવ્યું હતું.
જમા કરાવનાર સ્વચ્છતા મિત્રોનું શાસકો દ્વારા સન્માન
આ પ્રેરણાદાયી કાર્ય બદલ સુરત મહાનગરપાલિકા મેયર ઓફિસ ખાતે મેયર દક્ષેશભાઇ માવાણી, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, નેતા શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી, આરોગ્ય સમિતિ અધ્યક્ષ નેન્સીબેન શાહ, કોર્પોરેટર વિપુલભાઇ મોવલિયા, કોર્પોરેટર ધનશ્યામભાઇ મકવાણા એ કર્તવ્યવીરોને સન્માનિત કર્યા હતા.
મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત શહેરને આ વર્ષે સ્વચ્છતામાં પ્રથમક્રમ સ્વચ્છતા કર્મીઓ અને સુરતીઓએ અપાવ્યો છે. ત્યારે આજે સ્વચ્છતાકર્મીઓ દ્વારા ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન દરમિયાન કચરામાંથી 50 ગ્રામ સોનું મળી આવ્યું હતું. સોનું મળી આવ્યા બાદ ઉપલી અધિકારીઓને તેઓએ જાણ કરી હતી અને જે વિસ્તારમાં ડોર ટૂ ડોર ગાર્બેજ કલેક્શન કરે છે. તે વિસ્તારમાં બધાની પૂછપરછ પણ કરી હતી પણ એના મૂળ માલિક મળ્યા ન હતા જેથી તે સોનું પોલીસ પાસે જમા કરાવ્યું છે. આજે સ્વચ્છતા કર્મીઓએ સુરત શહેરને સ્વચ્છતામાં પહેલો નબર તો અપાવ્યો છે પણ માનવતા પણ મહેકાવી છે. આજે સુરતની મેયર ઓફિસે આ સ્વચ્છતામિત્રોનું સન્માન કરીને પ્રોત્સાહિત કર્યા છે. હું તેઓના આ કાર્યને નતમસ્તક વંદન કરું છું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube