December 18, 2024
KalTak 24 News
Gujarat

ધોરાજી નજીક કારનું ટાયર ફાટતાં કાર પુલની રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકતા 3 મહિલા અને એક પુરુષનું મોત,પરિવાર સોમયજ્ઞમાંથી ફરી રહ્યો હતો પરત

Dhoraji Accident News

Dhoraji Accident: રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા હાઈવે ઉપર ભાદર નદીના પૂલ ઉપર એક ગમખ્વાર અકસ્માતમાં ધોરાજીના ઠુંમર અને કોયાણી પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. મહત્ત્વનું છે કે, સોમયજ્ઞમાંથી પરત ફરતા ધોરાજીના બે પરિવાર ઉપર કાળ ત્રાટક્યો હતો. ભાદર નદીના પુલ પાસે કારનું ટાયર ફાટતા કાર પુલની રેલિંગ તોડી 60 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી.જેને લીધે ડૂબી જવાથી કારમાં સવાર ચારેય લોકોનાં મોત થયા છે. તમામ મૃતકોને તરવૈયાઓની મદદથી મૃતદેહો બહાર કઢાયા છે.બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાદર નદીમાં પડેલી કારને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. તેમજ ભાજપ અને કોંગ્રેસના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઉપલેટા હાઈવે ઉપર રોયલ સ્કૂલ પાસે ભાદર-2ના પૂલ ઉપરથી અકસ્માતે કાર નીચે ખાબકતા ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતની માહિતી મળતા પોલીસ તથા 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઘવાયેલા તેમજ મૃતકોના મૃતદેહો ધોરાજી હોસ્પિટલે ખસેડ્યા હતાં.જોકે, તમામના મૃતદેહ બહાર આવ્યા હતા. અકસ્માતમાં બે મહિલા, એક યુવતી અને એક પુરુષ સહિત ચાર વ્યક્તિનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

dhoraji bhadar 2 river car accident 4 people died

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા, આઈ-20 કાર પૂલ પરથી પસાર થઈ હતી ત્યારે આ દૂર્ઘટના સર્જાઈ હતી અને કાર ડિવાઈડર ઠેરી પૂલની રેલીંગ તોડી પાણીભરેલી નદીમાં ખાબકી હતી. તેમાં સવાર ત્રણ મહિલા અને એક પુરુષના મોત નિપજ્યા છે. પોલીસને આ ઘટનાની જાણ થતાં પોલીસે તરવૈયાઓ સાથે ઘટના સ્થળે દોડી જઈ તરવૈયાઓની મદદથી મૃતકોની લાશો બહાર કાઢી હોસ્પિટલે ખસેડી છે. આ ઘટનાના પગલે ભાદરના પૂલ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં અને ટ્રાફિક જામ થઈ ગયો હતો.

image

હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં

આ અકસ્માતને લઈને ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકનાં પરિવારજનો તથા સ્થાનિક ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. તેમજ ધોરાજી સરકારી હોસ્પિટલમાં લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. આ ગોઝારા અકસ્માતને લઈ મૃતકોના પરિવારની સાથે સાથે સમગ્ર ધોરાજી પંથક અને આસપાસનાં ગામોમાં પણ શોકનો માહોલ છવાયો છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા

કોંગ્રેસના નેતા લલિત વસોયાએ જણાવ્યું હતું કે, આજે ધોરાજી નજીક દુઃખદ ઘટના સામે આવી છે. ધોરાજી પાણી પૂરવઠા વિભાગના કર્મચારી દિનેશભાઈ ઠુમ્મર તેમના પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાંથી આવતા હતા. કોઈ કારણોસર કાર પુલની દીવાલ તોડી પાણીમાં ખાબકી હતી. જેમાં તેમના પરિવારના ત્રણ અને એક સંબંધી સહિત 4 વ્યક્તિના મોત થયા છે. સમગ્ર બનાવને લઈને મારા સહિત ધોરાજીની પ્રજા દુઃખની લાગણી અનુભવી રહી છે.

image

જેતપુર ડિવિઝનના Dysp રોહિતસિંહ ડોડિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે 8:45 વાગ્યા આસપાસ દિનેશભાઈ ઠુમ્મર તેના પત્ની, પુત્રી અને પાટલા સાસુ સાથે I-20 કારમાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે ભાદર-2નાં પુલ ઉપરથી તેઓની કાર નીચે પાણીમાં ખાબકી હતી. આ બનાવમાં કારનાં ચાલક દિનેશભાઈ સહિત તમામ ચાર લોકોના મોત નિપજ્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

મૃતકોના નામ

  • દિનેશભાઈ ઠુંમર (ઉ.વ.55)
  • લીલાવંતીબેન ઠુંમર (ઉ.વ.52)
  • હાર્દિકાબેન ઠુંમર (ઉ.વ.22)
  • સંગીતાબેન કોયાણી (ઉ.વ.55)

 

 

 

Related posts

પિતાની મજબૂરી પોલીસ બની આધાર: સુરતમાં માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને આપ્યો પ્રેમ

KalTak24 News Team

સાળંગપુરધામ ખાતે ગણેશ ચતુર્થી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર,ચુરમાના લાડુંનો અન્નકૂટ એવં ગણપતિદાદાનું પૂજન-અર્ચન-આરતી

KalTak24 News Team

ગરબામાં પાર્કિંગની સમસ્યા થશે તો આયોજકો મુકાશે મુશ્કેલીમાં, જાણો કયા કડક નિયમો લાગૂ કરવા માં આવશે…

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં