- ભારતમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં DD ફ્રી ડિશ
- ૩૮૧ ટીવી ચેનલ્સ અને ૪૮ રેડિયો સ્ટેશનને વિનામૂલ્યે નિહાળવાની સુવિધા
KalTak24 ન્યૂઝ ડેસ્ક: ‘DD ફ્રી ડિશ’ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું છે.પ્રસાર ભારતી દ્વારા છેલ્લા બે દાયકાથી સમગ્ર દેશમાં ‘DD ફ્રી ડીશ’ના માધ્યમથી વિવિધ રસપ્રદ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. છેવાડાના નાગરિકોને મનોરંજન સાથે શિક્ષણ આપવા તેમજ બાળકોને જ્ઞાન- બૌદ્ધિક રીતે વધુ સશકત બનાવવાના ઉમદા આશયથી ‘DD ફ્રી ડીશ’ના ચેનલ્સ પ્રસારિત કરવામાં આવે છે.
ખાનગી ડાયરેક્ટ-ટુ-હોમ (DTH) પ્લેટફોર્મ્સ માટે માસિક સબસ્ક્રિપ્શન- ફ્રી ચૂકવાની હોય છે, તેની સામે DD ફ્રી ડીશ દ્વારા વિનામૂલ્યે કાર્યક્રમો બતાવવામાં આવે છે, જેના પરિણામે DD ફ્રી ડીશ ચેનલ્સ દર્શકોનું મનગમતું માધ્યમ બન્યું છે. હાલમાં, DD ફ્રી ડીશમાં ૩૮૧ ટીવી ચેનલ તેમજ ૪૮ રેડિયો સ્ટેશન કાર્યરત છે. જેને સમગ્ર દેશમાં અંદાજે પાંચ કરોડથી વધુ ઘરોમાં આ ચેનલ્સને નાગરિકો નિહાળી રહ્યા છે.
સુવિધા અને ફાયદાઓ
ખાનગી ડીટીએચ પ્લેટફોર્મ્સની તુલનામાં, DD ફ્રી ડીશ ચેનલ્સ માટે દર્શકો પાસેથી કોઈપણ માસિક ફી વસૂલવામાં આવતી નથી. આ સેવા જીવનભર માટે નિઃશુલ્ક છે. જ્યારે, DD ફ્રી ડીશ ચેનલ્સ શરૂ કરવા માટે, દર્શકોને માત્ર સેટ-ટોપ-બોક્સ અને નાના કદના ડીશ એન્ટેના લગાવવાની જ જરૂર પડે છે, જેનો ખર્ચ અંદાજે રૂ. ૧,૫૦૦થી વધુ થતો નથી, સાથે જ આ સાધનો છેવાડાના ગામડાઓમાં પણ સરળતાથી મળી રહે છે.
શૈક્ષણિક અને મનોરંજન ચેનલ્સ
DD ફ્રી ડીશમાં શૈક્ષણિક ચેનલ્સ સાથે જ મનોરંજન, સમાચાર, ભક્તિ, ફિલ્મો, રમતગમત વગેરેની લોકપ્રિય ખાનગી ટીવી ચેનલ્સનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ચેનલ્સ જેવી કે ‘DD Swayam Prabha’, ‘DD PM eVidya’, અને ‘DD DigiShala’ ઉપર કલા, વિજ્ઞાન, વાણિજ્ય, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, કાયદો, અને કૃષિ માટેના વિશેષ કાર્યક્રમોની NCERT, CIET, IITS અને UGC દ્વારા માહિતી પણ પીરસવામાં આવે છે, તેમ પ્રસાર ભારતીની વિભાગની યાદીમાં જણાવાયું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube