December 18, 2024
KalTak 24 News
Gujarat

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે, રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની આપશે ભેટ

Kutch: ગુજરાતના મુખ્યમંત્રી (Gujarat CM) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) આજે કચ્છ (Kutch) જિલ્લાની મુલાકાતે જશે આ દરમિયાન તેઓ કચ્છ વાસીઓને રૂ.117 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ.28.46ના કુલ 6 કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. 89.21 કરોડના 9 કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ.117 કરોડથી વધુના વિવિધ વિકાસકામોની કચ્છવાસીઓને ભેટ આપશે.

લોકાર્પણના કામોની વિગતો

1. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ.29.94 કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ

2. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. 19.22 કરોડના ખર્ચે બનેલ ભુજ ભાગ-૨ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ

3. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.10.42કરોડના ખર્ચ બનેલ 66 કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ

4. શિક્ષણ વિભાગના રૂ.8.89 કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની 13 પ્રાથમિક શાળાઓમાં કુલ 48 નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ

5. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.7.27 કરોડના ખર્ચ બનેલ 66 કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ

6. મહેસુલ વિભાગ દ્વારા રૂ. 7.12 કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું લોકાર્પણ

7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.4.2 કરોડના ખર્ચે બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ

8. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ.1.09 કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ

9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. 1.06 કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ

આમ, કુલ રૂ. 89.21કરોડના ખર્ચે 09 કામોનું ઇ-લોકાર્પણ કરાશે.

ખાતમૂહુર્તના મહત્વના કામોની વિગત

1. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા રૂ.8.16 કરોડના ખર્ચે બનનાર ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત.

2. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. 6.98 ક કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ઇ-ખાતમૂર્હુત

3. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.6.05 કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી 38/00 થી39/00વચ્ચે નવો પુલ કામનું ઇ-ખાતમૂર્હુત

4. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના 1કિ.મીનું મજબૂતીકરણનું ઇ-ખાતમૂહુર્ત

5. મહેસૂલ વિભાગ દ્વારા રૂ. 2.92 કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-1 કક્ષાના 6 કવાર્ટસનું ઇ-ખાતમૂહુર્ત

6. શિક્ષણ વિભાગ દ્વારા રૂ. 1.35કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ ૯ નવીન ઓરડાનું ઇ- ખાતમૂહુર્ત

આમ, મુખ્યમંત્રીના હસ્તે રૂ. 28.46 કરોડના કામનું ખાતમૂહુર્ત કરવામાં આવશે.

કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી અંદાજે રૂ. 117.67 કરોડથી વધારે ખર્ચના કુલ15 કામનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે

મુખ્યમંત્રીની આ મુલાકાતમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્યો, કેશુભાઇ પટેલ, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, અનિરૂધ્ધ દવે તથા ત્રિકમ છાંગા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

 

 

 

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન;જુઓ તસવીર

KalTak24 News Team

જેતપુર/ કાગવડથી ખોડલધામ સુધી યોજાઈ પદયાત્રા,નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં જોડાયા માઈ ભક્તો

KalTak24 News Team

સુરત/ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ‘સુરત ડાયમંડ બુર્સ’ની લીધી મુલાકાત,હીરા બુર્સના ઉદ્ઘાટનની અપાઈ પ્રથમ પત્રિકા,જુઓ તસવીરો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં