December 18, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત,ખાદ્યતેલ-સીંગતેલ તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું કરાશે વિતરણ

CM-Bhupendra-Patel4_993847166084417_1603654535705666881_n-400x240.jpg

Gujarat Government: દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ (સીંગતેલ) તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે એમ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ  ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૮ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે.તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્યના ૬૬ લાખ જેટલા “અગ્રતા ધરાવતા કુટુંબો” ની ( Priority House Hold – P.H.H. ) ૩.૩૨ કરોડ જનસંખ્યાને પ્રતિ વ્યક્તિ ૨ કિલો ઘઉં અને ૩ કિલો ચોખા મળી પ્રતિ વ્યક્તિ કુલ ૫ કિલો અનાજનું વિતરણ કરવામાં આવે છે. આમ, P.H.H. કુટુંબમાં પાંચ વ્યક્તિઓ હોય તો ૧૦ કિલો ઘઉં અને ૧૫ કિલો ચોખા મળી કુલ ૨૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને દિવાળીના તહેવાર નિમિત્તે N.F.S.A. હેઠળ સમાવિષ્ટ તમામ ૭૪ લાખ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્યતેલ (સીંગતેલ) બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડદીઠ ૧ લિટર પાઉચ રૂ.૧૦૦ પ્રતિ લિટરના રાહત દરે વિતરણ કરવામાં આવે છે.

રાજ્યના બીપીએલ અને અંત્યોદય કુટુંબો મળી કુલ ૩૨ લાખ જેટલા કુટુંબો મળવાપાત્ર ખાંડના જથ્થા ઉપરાંત વધારાની ૧ કિ.ગ્રા. ખાંડનું અંત્યોદય કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ.૧૫ ના રાહતદરે તથા  બી.પી.એલ કુટુંબોને કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૨૨ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના તમામ ૭૪ લાખ કુટુંબોને “અન્ન સુરક્ષા”ની સાથેસાથે પોષણયુક્ત પુરી પાડવા માટે  પ્રોટીન સભર આહાર મળી રહે તે માટે ચણા કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૩૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે તથા તુવેરદાળ કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૫૦ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે. વધુમાં, રાજ્યમાં લોકલાગણીને ધ્યાને લઇને પ્રથમવાર તેલવાળી તુવેરદાળનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો લાભાર્થીઓ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.રાજ્ય સરકારની યોજના હેઠળ, N.F.S.A. હેઠળના અંત્યોદય તથા અગ્રતા ધરાવતા દરેક કુટુંબોને ડબલ ફોર્ટીફાઇડ મીઠું કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. રૂ. ૧ પ્રતિ કિ.ગ્રા.ના રાહત દરે વિતરણ કરવામાં આવી રહેલ છે.

આમ, રાજ્ય સરકાર N.F.S.A. હેઠળ સમાવિષ્ટ અંત્યોદય તથા અગ્રતા ધરાવતા કુટુંબો મળી તમામ કુટુંબોને અન્ન સલામતી પૂરી પાડવા સાથે પોષણ સલામતી પણ મળી રહે તે માટે ભારત સરકાર તથા રાજ્ય સરકારની યોજનાઓનું સુચારૂ અમલીકરણ કરીને લોકો તહેવારો સારી રીતે રીતે ઉજવી શકે તે માટે સતત કાર્યરત છે. 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરત/ ભારતના ઈતિહાસમાં સૌથી નાની વયના બાળકનું સુરતમાં ઓર્ગન ડોનેશન,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી બાળકનું કરાયું અંગદાન..

KalTak24 News Team

ગુજરાતના નાગરિકોની આરોગ્ય સેવામાં વધારો,100 નવી 108 એમ્બ્યુલન્સ અને 38 ICU ઑન વ્હીલ્સનું લોકાર્પણ

KalTak24 News Team

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ ! ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે કર્યો સંવાદ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં