December 18, 2024
KalTak 24 News
Gujarat

જામનગર/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને અતિવૃષ્ટિની કરી સમીક્ષા

chief-minister-bhupendra-patel-held-a-meeting-with-officials-and-officials-of-jamnagar-district-and-reviewed-the-heavy-rains
  • મુખ્યમંત્રીશ્રીએ સ્વચ્છતા સફાઈ અને લોકોની આરોગ્ય સંભાળને પ્રાથમિકતા આપવા સૂચન કર્યું
  • જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા મુખ્યમંત્રીશ્રીની અધિકારીશ્રીઓને તાકીદ બેઠકમાં ઉપસ્થિત કેબિનેટમંત્રીશ્રીઓ, ધારસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી વગેરેએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ જિલ્લાની સમગ્ર સ્થિતિનો આહેવાલ રજૂ કર્યો
  • જામનગર જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સની 1-1 ટીમ, આર્મીની 3 ટુકડીઓ રેસ્ક્યૂ માટે કાર્યરત, 12 લોકોને એરલિફ્ટ કરાયા, 450 લોકોનું સલામત રીતે રેસ્ક્યૂ તેમજ 2 લાખ જેટલા ફૂડપેકેટ્સનું વિતરણ કરાયું

Jamnagar News: જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ એરપોર્ટ મિટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેકટરશ્રી બી. કે. પંડ્યા અને કમિશનરશ્રી ડી. એન. મોદીએ મુખ્યમંત્રીશ્રીને વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ લોકોના આરોગ્ય અને સાફ-સફાઇની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીશ્રીઓને સૂચનો કર્યા હતા. તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પણ પૂર્વવત કરવા માટે જણાવ્યું હતું. ઝીરો કેઝ્યુલીટીના એપ્રોચ સાથે કુદરતી આફતમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોની જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાએ કરાવવા પર ભાર મૂકવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, જામનગર જિલ્લામાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 1-1 ટીમ તેમજ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા 1 ટીમ ફાળવવામાં આવી છે. તેમજ આર્મીની 3 ટુકડીઓ, ફાયર વિભાગ, એરફોર્સ દ્વારા પણ લોકોના રેસ્કયૂની કામગીરી કરવામાં આવી છે. જિલ્લામાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 12 જેટલા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં અંદાજિત 450 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

જામનગરમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 2300થી વધુ લોકોનું સ્થળાંતર કરી સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. ધ્રોલ તાલુકાના લતીપર ગામે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. કુલ 68 મકાનોમાં નુકસાની થઈ છે. ભારે વરસાદના પરિણામે 433 ફીડરો બંધ થયા હતા તે પૈકી 104 ફીડરો પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે.

પૂરગ્રસ્ત વિસ્તારોમાં 2 લાખ જેટલા ફૂડપેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. શહેરી વિસ્તારમાં જરૂરી સાધનો કામે લગાડી સાફ-સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જામનગર જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના 48 રસ્તાઓ હાલ બંધ છે. જે પાણી ઓસર્યા બાદ પૂર્વવત થઈ જશે તેમ પણ બેઠકમાં જણાવાયું હતું.

બેઠકમાં જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે સર્જાયેલી નુકશાનીનો સર્વે કરવા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેઓએ લોકોના રેસ્કયુની કામગીરી, ડેમો તથા રોડ-રસ્તાની સ્થિતિ, પીજીવીસીએલ, કોર્પોરેશન વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સ્થળાંતરીત કરવાની કામગીરી વિષે ચર્ચા કરી હતી. કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અંગે તેમજ ધારાસભ્યોશ્રીએ પોતાના વિસ્તારમાં લોકોનું રેસક્યૂ, સ્થળાંતરની કામગીરી તેમજ ફૂડપેકેટના વિતરણની કામગીરી અંગે જણાવ્યું હતું.

આ બેઠકમાં કેબિનેટમંત્રીઓશ્રી રાઘવજીભાઈ પટેલ તથા શ્રી મૂળુભાઈ બેરા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર, સાંસદશ્રી પૂનમબેન માડમ, જામનગર જિલ્લાના પ્રભારી સચિવશ્રી અનુપમ આનંદ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસર, મેયરશ્રી વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યો સર્વશ્રી મેઘજીભાઈ ચાવડા, શ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડાશ્રી પ્રેમસુખ ડેલુ, અગ્રણીઓશ્રી રમેશભાઈ મુંગરા, વિમલભાઈ કગથરા, પદાધિકારીશ્રીઓ, અન્ય અધિકારીશ્રીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

Related posts

રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી;અમદાવાદ-બનાસકાંઠામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની શક્યતા

KalTak24 News Team

જૂનાગઢમાં દબાણ હટાવવા મુદ્દે પોલીસ અને ટોળાં વચ્ચે ઘર્ષણ, 4 પોલીસકર્મી ઘાયલ, એકના મોતની આશંકા

KalTak24 News Team

સુરત/ પી.પી સવાણી પરિવાર દ્વારા “પિયરયું” અંતર્ગત પિતા વિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે ભવ્ય લગ્ન,50 હજાર મહેમાનોને કરાશે વૃક્ષની અનોખી ભેટ

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં