December 18, 2024
KalTak 24 News
Gujarat

ધો.12ની પરીક્ષા દરમિયાન આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના,કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ,ગાંધીનગરથી તપાસના આદેશ

  • જીલ્લા શિક્ષણઅધિકારીની તપાસમાં સામે આવી ઘટનાં
  • આણંદમાં ધોરણ 12ની પરીક્ષામાં માસ કોપી કેસ
  • કરમસદની સરદાર વિદ્યામંદિરમાં માસ કોપી કેસની ઘટનાં

Gujarat Board Exam 2024: ધોરણ 12ની બોર્ડની પરીક્ષા દરમિયાન કરમસદ સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીની મુલાકાત દરમિયાન સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. જિલ્લા શિક્ષણ અધિકારીએ આ સમગ્ર મામલે કાર્યવાહી કરતા પરીક્ષા કેન્દ્રના 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવા સ્ટાફ સાથે પરીક્ષા શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલાની ગાંધીનગર શિક્ષણ વિભાગમાં જાણ કરવામાં આવી છે.

શિક્ષણ અધિકારીને જોઈ અજાણ્યો યુવક ભાગી ગયો

હાલ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. જેમાં કરમસદના પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિ બારી પાસે ઉભો હતો અને પરીક્ષા ખંડમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યો હતો. એ જ સમયે જિલ્લા શિક્ષણ અધિકારી આ સેન્ટરની મુલાકાતે ગયા હતા અને ચોરી કરાવી રહેલા વ્યક્તિને જોઇ ગયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીને જોઇને ચોરી કરાવી રહેલી વ્યક્તિએ ભાગી ગયો હતો.

જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી

માસ કોપી કેસની ઘટનાને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના નિયમોના આધારે કાર્યવાહી હાથ ધરી સરદાર વલ્લભભાઈ પટેલ હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રમાં ફરજ બજાવી રહેલા 50ના સ્ટાફને સામુહિક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને નવા સ્ટાફને મુકવામાં આવ્યો છે અને આજે નવા સ્ટાફની હાજરીમાં પરીક્ષા લેવામાં આવી છે.

શિક્ષણ વિભાગ એકશન મોડમાં

સમગ્ર ઘટનાની જાણ શિક્ષણ વિભાગ ગાંધીનગરને પણ કરવામાં આવી છે,શિક્ષણ વિભાગના મંત્રી પ્રફુલ પાનસેરિયાનું કહેવું છે કે,આ ઘટનાને લઈ વધુ તપાસ હાથધરવામાં આવી છે,કેટલા દિવસથી આ રીતની ચોરી થઈ હતી,તેનો પણ પ્રાથમિક રીપોર્ટ મંગાવવામાં આવ્યો છે,તો કોણ વિધાર્થીઓને ચોરી કરવાતું હતું તેની પણ તપાસ કરવામાં આવશે.તો જે સેન્ટર છે તેની બેદરકારી સામે આવી છે,તો સેન્ટરના સંચાલકને પણ બક્ષવામાં આવશે નહી.

 

 

 

 

Related posts

BREAKING NEWS: ભૂપેન્દ્ર પટેલ બીજી વખત બનશે ગુજરાતના મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા

Sanskar Sojitra

BREAKING: સુરતમાં દુષ્કર્મ આચરી દોઢ વર્ષની બાળકીની હત્યાનો કેસ, નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી-11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

KalTak24 News Team

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો કલરફૂલ ફુલોનો શણગાર તથા સુખડીનો અન્નકૂટ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં