December 18, 2024
KalTak 24 News
Gujarat

ભાજપ,કોંગ્રેસ અને આપનાં દિગ્‍ગજ નેતાઓ ગુજરાતમાં સભાઓ અને રોડ-શો કરશે-જાણો કાર્યક્રમ

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થઈ છે ત્યારેથી જ તમામ પક્ષ દ્વારા તૈયારી શરુ કરી દીધી ત્યારે બીજી બાજુ આજે ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) અને AAPનાં દિગ્ગજોના ગુજરાતમાં ધામા નાંખ્યાં છે. આજે રાજ્યમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા,આપનાં રાજસભા સાંસદ સંજયસિંહ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચૂંટણી પ્રચાર માટે જનસભા સંબોધશ કરશે.

પીએમ નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગરમાં સભાને કરશે સંબોધશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. તેઓ સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. બપોરે 12.00 વાગ્યે સુરેન્દ્રનગર જાહેર સભા સંબોધશે. 1.00 વાગે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે. 2.00 વાગ્યે જાંબુસરમાં જાહેરસભાને સંબોધશે. 3.00 વાગ્યે નવસારી જવા રવાના. 4.00 વાગ્યે નવસારીમાં જાહેરસભાને સંબોધન કરશે. 5 વાગ્યે નવસારીથી સુરત એરપોર્ટ જવા રવાના થશે જે બાદ સુરતથી દિલ્હી જવા રવાના જશે.

No place for those defaming Gujarat: PM Modi - The Hindu

અમિત શાહ ખંભાળિયામાં સભા ગજવશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 4 જિલ્લામાં ચૂંટણી સભા સંબોધશે. સવારે 11.00 વાગ્યે દ્વારકાનાં ખંભાળીયા, બપોરે 1.00 વાગ્યે ગીરસોમનાથનાં કોડિનાર, બપોરે 3.00 વાગ્યે જૂનાગઢનાં માળીયા હાટીના અને સાંજે 6.30 વાગ્યે ભૂજમાં જાહેર સભાને સંબોધશે.

રાહુલ ગાંધીની સૌરાષ્ટ્રમાં બે સભાઓ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બે ચૂંટણી સભાને સંબોધશે. તેઓ આજે બપોરે 1.00 વાગ્યે સુરતના મહુવામાં પાંચકાકડા ગામ અને બપોરે 3.00 વાગ્યે રાજકોટનાં શાસ્ત્રી મેદાનમાં ચૂંટણી સભાને કરશે સંબોધશે.

Rahul Gandhi In Gujarat: This Is Fight Between Truth And Lies; Truth On Our Side

યુપીનાં CM યોગી આદિત્યનાથની નસવાડીમાં સભા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને નસવાડી ખાતે ચૂંટણી પ્રચાર માટે આવશે. સંખેડાના ભાજપના ઉમેદવાર અભેસિંગ તડવીના સમર્થનમાં બપોરે 1.00 વાગ્યે સભાને સંબોધશે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુ બોખીરીયાના ચૂંટણી પ્રચાર માટે ચોપાટી ખાતે સાંજે સભાને કરશે સંબોધન.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ ગુજરાતમાં
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સાંજે 5:00 વાગ્યે અમરેલીમાં રોડ શો કરશે. આ સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 5 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે સવારે 11:00 વાગ્યે ઉમરગામ, બપોરે 3:00 વાગ્યે કપરડા, સાંજે 5:00 વાગ્યે ધરમપુર અને સાંજે સાંજે 6:00 વાગ્યે વાંસદામાં રોડ શો કરશે.

Arvind Kejriwal Skips Rally Of Supporters Of Jailed Dairy Leader In Gujarat

AAPના રાઘવ ચઢ્ઢા 5 રોડ શો અને 3 જનસભા કરશે
આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા આજથી 4 દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ આજે 5 રોડ શો અને 3 જનસભાને સંબોધિત કરશે. આજે સાંજે 4:00 વાગ્યે ધાંગધ્રામાં રોડ શો અને રાત્રે 7 :00 વાગ્યે ચોટીલામાં જનસભાને સંબોધિત કરશે.રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંજય સિંહ પણ ગુજરાતના વિવિધ વિધાનસભા ક્ષેત્રોમાં પાર્ટી માટે પ્રચાર કરવાના છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

BIG BREAKING: ગુજરાત એસ.ટી નિગમે મુસાફર ભાડામાં 10 વર્ષ બાદ કર્યો વધારો,બસના ભાડામાં તોતિંગ વધારો

KalTak24 News Team

પીએમ નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી

KalTak24 News Team

VIDEO/ ભોલેનાથના ત્રિશૂળ પર વીજળી પડી! તમે અત્યાર સુધી માત્ર ફિલ્મોમાં જ જોયું હશે,આજે જ સાક્ષાત દર્શન કરો,જુઓ વાયરલ વિડિયો

Sanskar Sojitra
Advertisement