- ગુજરાત વિધાનસભા ચૂંટણી
- ભાજપે વધુ છ ઉમેદવાર જાહેર કર્યા
- અગાઉ 160 ઉમેદવાર જાહેર કર્યા હતા
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટી(BJP)એ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાના વધુ 6 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ પહેલા ભાજપે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી.14 નવેમ્બર પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બીજી યાદીમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ભાજપે પોતાના 168 ઉમેદવારો જાહેર કર્યા છે. હજુ ભાજપે 16 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે.
ભાજપના વધુ 6 ઉમેદવારોના નામ નીચે મુજબ છે.
- ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને ટિકીટ
- ખંભાળિયાથી મૂળુ બેરાને ટીકિટ
- કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ટીકિટ
- ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટીકિટ
- દેડિયાપાડાથી હિતેશ વસાવાને ટીકિટ
- ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટીકિટ
વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી બીજી યાદીમાં ભાવનગર પૂર્વમાં વિભાવરીબેન દવેની ટિકિટ કપાઇ છે. વિભાવરીબેનના સ્થાને શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલ પંડ્યાને ટિકિટ મળી છે. ચોર્યાસી બેઠક પર ઝંખનાબેન પટેલની ટિકિટ કપાઇ છે. વર્ષ 2017માં ધોરાજી બેઠક પરથી હરી પટેલને ટિકિટ આપવામાં આવી હતી. જ્યારે ભાવનગર અને ચોર્યાસી બેઠક પર નવા ચહેરાને ટિકિટ આપવામાં આવી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp