સુરત(Surat) : શહેરના મોટા વરાછામાં ડ્રગ્સ (Drugs) વિરોધી ઝૂંબેશ ચલાવનાર સંસ્થાના સભ્ય ઉપર જીવલેણ હુમલો થયો હોવાની ચકચારી ઘટના બની છે. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સુરતમાં પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઈન સિટી (No Drugs In City) અભિયાન ચલાવવામાં આવે છે. ત્યારે પોલીસની સાથે જ પેરેલલ સમાજ જાગૃતિનું કામ કરી ડ્રગ્સ વિરોધી કાર્યક્રમો યોજનાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે. માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતાં યુવક લોહીલુહાણ થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બીજી તરફ પોલીસે હુમલો કરનાર આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
મોટા વરાછા વિસ્તારમાં સુદામા ચોક ખાતે મંગળવારે રાત્રે 12 વાગ્યા આસપાસ ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવનાર રોનક ઘેલાણી પર હુમલો કરવામાં આવ્યો હતો. રોનક ઘેલાણીને માથાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેવામાં આવ્યાં હતાં. જેથી લોહી લુહાણ હાલતમાં સારવાર માટે ચીકુવાડી ખાતે આવેલી ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જ્યાં તબીબોએ તેના માથાના ભાગે સાતથી વધુ ટાંકા લઈને સારવાર શરૂ કરી છે.
રોનક ઘેલાણીએ કહ્યું કે, નશાની હાલતમાં અપશબ્દો બોલતા પેડલરોને સમજાવી રહ્યો હતો ત્યારે રોનક સહિત હોમગાર્ડ પર હુમલો થયો હતો. હોમગાર્ડને તમાચો પણ ઝીંકી દીધો હતો. હથિયારથી હુમલો કરતાં હોમગાર્ડની જગ્યાએ મારા માથામાં વાગ્યું હતું.આ પેડલરો પર તાત્કાલિક આકરી કાર્યવાહી થવી જોઈએ.
સમગ્ર હુમલા અંગે ઉતરાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર સુદામા ચોક ખાતે રાત્રિના સમયે બોલાચાલી થઈ રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં રોનક ઘેલાણીએ બોલાચાલી શાંત કરાવવા વચ્ચે પડ્યાં હતાં. આ દરમિયાન દારૂના નશામાં રહેલા દશરથ રામદયા વર્મા અને સંદીપ અરુણ શાહુએ હુમલો કર્યો હતો. જેથી તેમને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોટા વરાછાના પ્રમુખો , શાળાના સચાલકઓ અને જાગ્રુત નાગરિકો દ્વારા આવા ડ્રગ્સ માફિયા અને બૂટલેગરો વિરુધ કડક પગલાં લેવાય તેવી ગુજરાતના ગૃહમંત્રી અને સુરત કમિશનર ને આવેદન આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube