Anant-Radhika Ambani Pre-Wedding Chorwad Village:દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનાં નાના પુત્ર અનંત અંબાણી(Anant ambani) અને રાધિકા(Radhika Merchant)ની પ્રિવેડિંગ સેરેમની સમારોહ ગુજરાતના જામનગર ખાતે યોજાયો હતો.જેમાં દેશ વિદેશના મહેમાનો જામનગરના મહેમાન બન્યા હતા.અંબાણી પરિવારના અનંત અને રાધિકા તેઓના દાદી કોકીલાબેન સાથે સ્વ.ધીરૂભાઈ અંબાણી(Dhirubhai Ambani)ની જન્મભૂમિ ચોરવાડ અને બાજુના ગામ કુકસવાડાની મુલાકાતે પહોંચ્યા હતા. અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ બાદ સૌપ્રથમવાર ચોરવાડ(Chorwad) ખાતે તેઓ પહોચ્યા હતા. અનંત અંબાણી, રાધિકા અને કોકીલાબેન અંબાણી ચોરવાડ ખાતે ઝુંડ ભવાની માતાજીના દર્શન કર્યા હતા. તેમજ રાત્રે સ્નેહ ભોજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.અનંત અને રાધિકાએ ગામના લોકોના આશિર્વાંદ મેળવ્યા હતા.
સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડની ભૂમિના વખાણ કર્યા
અંબાણી પરિવારના અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે પ્રિ-વેડિંગ સમારોહ જામનગરમાં શરૂ થયો હતો,જે ધીરુભાઈ અંબાણીના જન્મ સ્થળ ચોરવાડ સુધી પહોંચ્યો હતો. અહીં કોકીલાબેન અંબાણીની સાથે અનંત અને રાધિકા પણ હાજર હતા.ગ્રામજનોને ભાવપૂર્વક ભોજન કરાવીને સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડનીભૂમિના વખાણ કર્યા હતા. અનંત અંબાણીએ કહ્યું કે ચોરવાડ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કારણ કે આ મારા દાદાની જન્મભૂમિ છે.
જુઓ VIDEO:
ચોરવાડ મારા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કારણ કે આ મારા દાદાની જન્મભૂમિ
આ દરમિયાન કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા હતા.આજથી 70 વર્ષ પૂર્વે 12 મી માર્ચ 1954ના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેનના લગ્ન પણ ચોરવાડમાં થયા હતા જોગાનુજોગ 12મી માર્ચે જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો હતો.જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે. વધુમાં કોકિલાબહેને ધીરુભાઈ અંબાણી સાથેના તેના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને ખાસ યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ માગ્યા હતા.આ દરમિયાન ધારાસભ્ય સહિત ગામના આગેવાનોએ હાજરી આપી હતી.કોકિલાબેન અંબાણી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વ્યક્તિગત રીતે ચોરવાડ અને કુકસવાડામાં અંબાણી પરિવારના જૂના સંબંધીઓને મળ્યા હતા
લગ્ન ઉત્સાહને લઈ લોક ડાયરાનું આયોજન
અનંત અંબાણીએ ચોરવાડના લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, મારા દાદાની જેમ આવનાર સમયમાં અહીંથી 10 ધીરુભાઈ ઉભા થવા જોઈએ. ભોજન સમારંભ બાદ અંબાણી પરિવારના લગ્ન ઉત્સાહને લઈ લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત રાજકીય, સામાજિક અગ્રણીઓ અંબાણી પરિવારના પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
‘તમારા બધાના આશીર્વાદ લેવા માટે આવ્યો છું’
આ તકે અનંત અંબાણીએ જણાવ્યું હતું કે, આ મારા દાદાજીનું ગામ છે. ત્યારે તમે બધા મને અને રાધિકાને તેમજ મારા આખા કુટુંબને આશીર્વાદ આપો. હું અહીં તમારા બધાના આશીર્વાદ લેવા આવ્યો છું. તમે બધા અહીં જમી અમને ખૂબ આશીર્વાદ આપીને જજો.
જુઓ VIDEO:
‘ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે’
વધુમાં જણાવ્યું હતું કે, ચોરવાડ મારા દાદાની જન્મભૂમિ છે. રિલાયન્સમાં જે કંઈ પણ છે તે ચોરવાડના કારણે છે. મને એક વિચાર આવ્યો છે કે, જેમ એક ધીરુભાઈ ચોરવાડથી ઊભા થયા છે. તેમ આ ગામમાંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. અહીંના જે બાળકો છે તે ધીરુભાઈથી પ્રેરણા લઈ આગળ વધે. આવનારા 10 વર્ષમાં અહીંથી 10 ધીરુભાઈ ઊભા થવા જોઈએ. એ શક્તિ આ ગામ માં છે.
કિર્તીદાન સહિતના કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી
ડાયરામાં ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, અલ્પાબેન પટેલે ડાયરાની રમઝટ બોલાવી હતી. અંબાણી પરિવારના પ્રસંગમાં પધારેલા તમામ લોકોએ ડાયરાની ભરપૂર મોજ માણી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ લોકો વચ્ચે બેસી ડાયરાની મોજ માણી હતી. ચોરવાડ તેમજ કુકસવાડા અને આસપાસ પંથકના તમામ લોકોએ અનંત અને રાધિકાને શુભકામનાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા.
અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ લગ્ન પ્રસંગને લઈને સમગ્ર ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો
અનંત અને રાધિકાના પ્રિ-વેડિંગ લગ્ન પ્રસંગને લઈને સમગ્ર ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.સમગ્ર ગામના લોકોએ અહીંયા ભોજન લીધું હતું.સાથેજ ગામના લોકોએ અનંત અને રાધિકાને લગન માટે આશિર્વાદ પણ આપ્યા હતા.અનંત અને રાધિકાએ ચોરવાડ ખાતે મંદિરમાં દર્શન પણ કર્યાં હતા.
ત્રણ દિવસ સુધી જામનગરમાં ભવ્ય પ્રિ વેડિંગ સેરેમની યોજાઈ હતી
ધીરુભાઈ અંબાણીએ પોતાના જીવન કાર્યની શરૂઆત ચોરવાડથી કરી હતી. થોડો સમય પહેલા જ અનંતની પ્રિ વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં દેશ-વિદેશની સેલિબ્રિટીઓ હાજર રહી હતી. આ ઉપરાંત રિલાયન્સ ટાઉનશીપની આજુબાજુના ગામડાંમાં પ્રસંગિક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. 50 હજારથી વધુ લોકો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અંબાણી પરિવાર દ્વારા અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ સમૂહને લઈ ચોરવાડ ખાતે શુભેચ્છા સામૂહિક સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.
(ફોટોસ: દિવ્ય ભાસ્કર વેબ)
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube