સુરત(Surat): સોશિયલ મીડિયાથી (Social Media) વરાછાના (Varacha) પિયુષ ધાનાણીનો (Piyush Dhanani) ફરી એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. પિયુષને એક મહિલાએ જાહેરમાં ધડાધડ બે લાફા ઝીંકી દીધા છે.આ ઘટનાનો વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.ત્યારે આ વખતે ચાલુ મોપેડ પર જતી મહિલાને ફોન પર વાત કરતી અટકાવનારને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
લોકોને ટ્રાફિકના નિયમોનો પાઠ ભણાવવા માટે જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પિયુષ ધાનાણી ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. શુક્રવાર તા. 4 એપ્રિલની રાતે પિયુષ ધાનાણીને એક મહિલાએ મારવા લીધો હતો. વાત જાણે એમ હતી કે, કાપોદ્રા ચિકુવાડી ધનુષ બ્રિજની નીચેથી એક મહિલા મોપેડ પર પસાર થઈ રહી હતી. આ મહિલા ચાલુ મોપેડે ફોન પર વાત કરતી હતી. પિયુષ ધાનાણીને નજર પડતા તે મહિલાને અટકાવી હતી અને ચાલુ મોપેડે ફોન પર વાત ન કરવા ટકોર કરી હતી.
જુઓ VIRAL VIDEO:
મહિલાને શીખામણ આપવી મોંઘી પડી
પિયુષ ધાનાણીએ શુક્રવારે રાત્રે વરાછાના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ધનુષ બ્રિજની નીચેથી પસાર થતી મહિલાને પિયુષ ધાનાણીએ ચાલુ મોપેડ પર ફોન પર વાત ન કરવા માટે અટકાવી હતી. જેથી મહિલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. બાદમાં લોકોનું ટોળું એકઠું થઈ જતાં પિયુષ ધાનાણીના ગાલ પર બે તમાચા મારી દીધા હતા. મહિલાને માર મારતી જોઈને ઘણા લોકોએ પણ મારવાનું શરૂ કરી દીધું હતું. જો કે, એક વડીલે તમામને અટકાવવા પ્રયત્ન કર્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે.
લોકોએ માનસિક દિવ્યાંગ ગણાવ્યો
વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર મહિલાને અટકાવ્યા બાદ લોકો માર મારવાની સાથે સાથે એવું બોલતા પણ સાંભળવા મળ્યા કે, આ તો પેલો માનસિક દિવ્યાંગ છે. તેને બીજું કંઈ કામ નથી. ઘણા લોકોએ એવું પણ કહ્યું કે, બસ આ ફેમસ થવા માટે અગાઉ લોકોને હેરાન કરતો હવે મહિલાઓની પણ પાછળ પડી ગયો છે. ઘણાએ કહ્યું કે, ભાઈ સરકારે નિયમો બનાવ્યા છે. પાલન કરાવનાર તું કોણ તેવા પણ સવાલો કર્યા હતાં.
માર પડવા છતાં પિયુષ શાંતિથી લોકોની વાતો સાંભળતો સાંભળતો રહ્યો
પિયુષ ધાનાણીને માર પડવાની આ બીજી ઘટના છે. આ વખતે પિયુષ માર ખાતા રહ્યો અને લોકોની કોમેન્ટ સાંભળતો રહ્યો હતો. કોઈ પ્રતિકાર કર્યા વિના તે શાંતિથી બેઠો હતો. જાણે તેને કોઈ જ ફરક ન પડતો હોય. એક વડીલ તેના બચાવમાં આવ્યા તો પિયુષ તે વડીલને પણ શાંત કરતો જોવા મળ્યો હતો. જો કે આ વખતે પિયુષથી કાચું કપાઈ ગયું હોય તેમ બચાવની મુદ્રામાં જોવા મળ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube