December 18, 2024
KalTak 24 News
BusinessGujarat

જામનગર/પ્રી-વેડિંગ ફંકશનના શ્રીગણેશ અન્ન સેવાની સાથે થયા;મુકેશ અંબાણી સહિત પરિવારના સભ્યોએ પીરસ્યું ભોજન, રાત્રે ડાયરાની રમઝટ

Anant Radhika Wedding

Anant Radhika Pre Wedding: મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના કાર્યક્રમનો પ્રારંભ થઈ ગયો છે. જામનગરમાં આજે રાધિકા અને અનંત અન્ન સેવા કાર્યક્રમમાં સામેલ થયા. સોશિયલ મીડિયા પર અનંત અને રાધિકા તેમજ મુકેશ અંબાણી પોતે લોકોને ભોજન પીરસતા જોવા મળ્યા.

 

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની જામનગર ખાતે યોજાશે. 1થી 3 માર્ચ દરમિયાન આ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આજથી પ્રી-વેડિંગ સેરેમનીની શરુઆત થઈ ગઈ છે.

અન્ન સેવા દરમિયાન અનંત અંબાણી ઘણાં જ ખુશ જોવા મળ્યા. તેઓ ભોજન પીરસતી વખતે લોકો સાથે વાત કરતા પણ જોવા મળ્યા. મરુન રંગના કુર્તામાં અનંત અંબાણી ઘણો જ સોહામણો લાગતો હતો. સોશિયલ મીડિયામાં તેનોઆ અંદાજ ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

અંબાણી પરિવારની થનારી પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ બિઝનેસમેન વીરેન મર્ચન્ટની પુત્રી છે. અન્ન સેવા કાર્યક્રમ દરમિયાન તે પણ ઘણી જ સુંદર લાગી રહી હતી. રાધિકા હસતા હસતા લોકોને જમવાનો આગ્રહ કરતી હતી અને વાતો કરતા પણ જોવા મળી.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગનો સમારંભ જામનગરના રિલાયન્સ ટાઉનશિપની પાસે શરુ થયો છે. મીડિયા રિપોટ્સ મુજબ આ કાર્યક્રમમાં રાધિકાની નાની અને તેના માતા-પિતા વીરેન અને શૈલા મર્ચન્ટ પણ સામેલ થયા. અન્ન સેવા કાર્યક્રમ આગામી કેટલાંક દિવસ સુધી યોજાશે અને લગભગ 51 હજાર સ્થાનિક નિવાસીઓને ભોજન પીરસવામાં આવશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન રાધિકા મર્ચન્ટ સાથે થવા જઈ રહ્યા છે. 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં રિલાયન્સના રિફાઈનરી કોમ્પ્લેક્સમાં પ્રિ-વેડિંગ કાર્યક્રમોનું આયોજન થવા જઈ રહ્યું છે.અનંત અને રાધિકા 12 જુલાઈએ મુંબઈમાં લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ હાલ દેશ-દુનિયાની નજર આ લગ્ન પર ટકેલી છે. જેનું કારણ છે લગ્ન પહેલા અને લગ્નના કાર્યક્રમોમાં દેશની પ્રખ્યાત હસ્તીઓ ભાગ લેવાની છે. 

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શુક્રવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને વિવિધ ફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન;જાણો ક્યાંથી મંગાવ્યા છે વિશેષ ફળ..,જુઓ ફોટોઝ

KalTak24 News Team

સુરત/ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના સ્વર્ગસ્થ પિતાની પ્રાર્થના સભા,CM ભૂપેન્દ્ર પટેલ,કેન્દ્રીયમંત્રી સી.આર.પાટીલ સહિત અનેક મંત્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં

KalTak24 News Team

અમદાવાદ રથયાત્રા પહેલા આજે ભગવાન જગન્નાથજીએ ધારણ કર્યો ‘સોનાવેશ’,મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં