December 18, 2024
KalTak 24 News
Gujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર કાર-ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત,10 લોકોનાં મોત

Nadiad Highway Accident

Nadiad Highway Accident: દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધી જાય છે. જયારે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.એક્સપ્રેસ વે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. નડિયાદ પાસે બપોરનાં સુમારે ટ્રેલરની પાછળ કા ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં રોકકળ મચી જવા પામી હતી.પોલીસ દ્વારા 7 મૃતકની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય 3ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો વડોદરા, અમદાવાદ, વલસાડ, નડિયાદ, મુંબઈ અને રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે. મૃતકોના પરિવારજનો હોસ્પિટલ પર પહોંચવા લાગતા હોસ્પિટલ પરિસરમાં આક્રંદ છવાયો હતો.

ટેન્કર પાછળ કાર ધડાકાભેર ઘૂસી

અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી.ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ એમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોનાં ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેમનાં પણ મોત નીપજતાં કુલ મૃત્યુઆંક 10 થયો છે.

8 લોકોના ઘટનાસ્થળે જ મોત

આ ખતરનાક અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ ક્હ્યું હતું કે, તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિંગા ઘૂસી ગઈ હતી.અમે ક્રેઈન બોલાવી ગાડી બહાર કાઢી. કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા જેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.

ટેન્કરમાં ખામી સર્જાતાં રોડની સાઈડમાં ઊભું હતું- એસપી

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત સર્જાતાં ખેડા જિલ્લા પોલીસવડા અને કલેકટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ કહ્યું હતું કે ટેન્કરમાં ખામી સર્જાઈ હોવાના કારણે રસ્તાની સાઈડમાં ઊભું હતું. ત્યારે વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલી અર્ટિગા કાર પાછળથી અથડાઈ હતી. અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળ પર મોત થયાં છે, જ્યારે બે લોકોનાં સારવાર દરમિયાન મોત નીપજ્યાં છે. ટેન્કર પુણેથી જમ્મુ જઈ રહ્યું હતું.

 

 

 

Related posts

Vadtal Dwishatabdi Mahostav: લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ; કહ્યું,સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ભાવિ પેઢીને ભારતીય સંસ્કૃતિ અને જીવનમૂલ્યો સાથે જોડવાનું કાર્ય કરી રહ્યા છે

Sanskar Sojitra

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે;જાણો ગુજરાત બોર્ડની વિષયવાર પરીક્ષાની તારીખો

KalTak24 News Team

સુરત માં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા 9માં “વોલકેનો” ગ્રુપ નું કર્યું લોન્ચિંગ..

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં