રાજકોટ: રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની બદલી કરવામાં આવી છે. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશકુમાર જા (Brajeshkumar Jha IPS)ની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ(Rajkot CP Raju Bhargav IPS Transferred)ની બદલી કરાઈ હતી. અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગે મોટો નિર્ણય લીધો હતો. રાજુ ભાર્ગવ, વિધી ચૌધરી(Vidhi CHaudhary IPS)ની પણ બદલી કરાઇ હતી. રાજકોટ અગ્નિકાંડ બાદ ત્રણ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
જુઓ કોની બદલી કરાઈ
(1) રાજુ ભાર્ગવ, IPS (GJ:1995), પોલીસ કમિશ્નર, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે, પોસ્ટીગ હજુ અપાયું નથી
(2) બ્રિજેશ કુમાર ઝા, IPS (GJ:1999), સ્પેશિયલ પોલીસ કમિશનર, સેક્ટર-2, અમદાવાદ શહેરની બદલી કરવામાં આવી છે અને પોલીસ કમિશનર, રાજકોટ શહેરના કેડર પોસ્ટ પર
(3) વિધિ ચૌધરી, IPS (GJ:2009), અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે અને પોસ્ટીંગની હજુ અપાયું નથી
(4) મહેન્દ્ર બગરિયા, IPS (GJ:2010), નાયબ પોલીસ મહાનિરીક્ષક, કચ્છ-ભુજ (પશ્ચિમ) ની બદલી અને નિમણૂક અધિક પોલીસ કમિશનર (વહીવટ, ટ્રાફિક અને ક્રાઈમ), રાજકોટ શહેરની કેડર પોસ્ટ પર નિમણૂંક કરાઈ છે
(5) ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ:2012), ડેપ્યુટી પોલીસ કમિશનર, ઝોન-2, રાજકોટ શહેરની બદલી કરવામાં આવી છે પોસ્ટિંગ હજુ અપાયું નથી
(6) જગદીશ બંગરવા, IPS (GJ:2019), અધિક્ષક, સેન્ટ્રલ જેલ, વડોદરાની બદલી કરવામાં આવી છે અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ઝોન-2, રાજકોટ શહેરની એક્સ-કેડર પોસ્ટ પર ડો. સુધીરકુમાર જે. દેસાઈ, IPS (GJ)ની જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.
આ બદલીઓ અંગે ચૂંટણીપંચની મંજૂરી લેવામાં આવી છે તેમજ તમામ અધિકારીઓને બદલીનો તાત્કાલિક અસરથી અમલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.
આ IAS અધિકારીઓની બદલી
(1) શ્રી ડી.પી. દેસાઈ, IAS (SCS:GJ:2008), ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદ [જેઓ ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગરના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરનો વધારાનો હવાલો પણ ધરાવે છે) જેમની બદલી મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે કરાઈ છે.
(2) આનંદ બાબુલાલ પટેલ, IAS (RR:GJ:2010), મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજકોટની બદલી કરવામાં આવી છે અને તેમની સેવાઓ આગળના આદેશો માટે સામાન્ય વહીવટ વિભાગનમાં મૂકવામાં આવી છે.
(3) ભવ્ય વર્મા, IAS (RR:GJ:2016), મિશન ડિરેક્ટર, સ્વચ્છ ભારત મિશન (શહેરી). ગાંધીનગર (1) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA), અમદાવાદની જગ્યાઓનો વધારાનો હવાલો સંભાળશે. ડી.પી. દેસાઈ, આઈએએસની બદલી અને (2) ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (GUDA), ગાંધીનગર આગળના આદેશો સુધી ડી.પી. દેસાઈ, તે પોસ્ટનો વધારાનો હવાલો સંભાળશે..
શું હતી સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube