Surat News: સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરનારા ધારાસભ્ય ભૂપત ભાયાણીનો વિડીયો વાયરલ થયો છે. કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ભૂપત ભાયાણી ત્યાં આવ્યા હતા. ત્યારે આપ પાર્ટીના કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પૂછ્યું હતું પરંતુ તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી જતા રહ્યા હતા.
જુઓ VIDEO:
SMCના વિરોધ પક્ષના નેતાએ સવાલ કરતા ભુપત ભાયાણી ભાગ્યા
સુરત આમ આદમી પાર્ટી દ્વારા સુરત શહેરમાં ટ્રાફિક જાગરુકતા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સુરત મહાનગરપાલિકાના પૂર્વ વિરોધના પક્ષના નેતા ધર્મેશભાઈ ભંડેરી એમના સમર્થકો સાથે રોડ પર ઉભા રહીને ટ્રાફિક જાગૃતિ માટે અભિયાન ચલાવી રહ્યા હતા. એ જ દરમિયાન આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમને નજરે પડી ગયા હતા.
પાર્ટી છોડવાનું કારણ પૂછતા ન આપ્યો જવાબ
ધર્મેશભાઈ ભંડેરીએ ભુપતભાઈ ભાયાણીને આમ આદમી પાર્ટી છોડવાના પ્રશ્ન પૂછવાના શરૂ કર્યા હતા. અનેક પ્રશ્નો બાદ ભુપતભાઈ ભાયાણી એ કોઈ પણ ચોક્કસ જવાબ એમને આપ્યો ના હતો. ખાલી એટલું જ કહ્યું હતું કે, પાર્ટી છોડવાના અનેક કારણો છે. વાયરલ વીડિયોમાં ધર્મેશભાઈ ભંડેરી ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી એમ પણ કહી રહ્યા છે કે, તેમની ટિકિટની ભલામણ ખુદ એમણે પોતે કરી હતી, તો પછી તમે પાર્ટી સાથે આવી ગદ્દારી કેમ કરી છે. આપ છોડી ભાજપમાં ગયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધર્મેશ ભંડેરીના જવાબ આપવાની જગ્યા ભાગવાનું જ સરળ સમજ્યું હતું. સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube