December 18, 2024
KalTak 24 News
GujaratInternational

કેનેડામાં વધુ એક ગુજરાતી યુવકનું મોત,રોડ ક્રોસ કરી રહેલા ગુજરાતી યુવકનું ટ્રકની ટક્કરે મોત,પરિવાર ઘેરા આઘાતમાં

Canada Accident Gujarati Student Death

Canada Accident Gujarati Student Death: છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનું મોત નિપજ્યુ છે. દહેગામના શિવાવાડા ગામના પટેલ પરીવારનો એકનો એક પુત્ર કેનેડા અભ્યાસ માટે ગયા બાદ રોડ અકસ્માતમાં મોતને ભેટતા પરીવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા. 8 મહિના પહેલા આશાસ્પદ યુવક સ્ટુડન્ટ વિઝા ઉપર કેનેડા ગયો હતો. જ્યાં બેમટન વિસ્તારમાં ટ્રકની ટક્કરે મોતને ભેટ્યો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી હતી. આ સમગ્ર મામલે શિયાવાડા ગામમાં શોકનો માહોલ છવાયો છે.

કેનેડામાં રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે લીધો અડફેટે

પ્રાપ્ત માહિતી અનુસાર,ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામે રહેતા એક પરિવાર માટે કેનેડાથી ખૂબ જ માઠા સમાચાર આવ્યા છે. જ્યાં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરવા માટે આઠ મહિના પહેલા ગયેલા એકના એક પુત્રનું અકસ્માતમાં કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના શિયાવાડા ગામનો 20 વર્ષિય મીત રાકેશભાઈ પટેલ આજથી આઠ મહિના અગાઉ કેનેડા સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે ગયો હતો. ત્યાં બ્રેમટન સિટીમાં રહેતો હતો અને જોબ કરતો હતો.

ટ્રકની અડફેટે મીત પટેલ નામના યુવકનું મોત

મીત વોલમાર્ટમાં જોબ જવા માટે ઘરેથી નીકળ્યો ત્યારે સવારે 07:00 વાગે રોડ ક્રોસ કરતા ટ્રકે અડફેટે લેતાં ક્રેડિટ વેલી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે. મીતના મૃત્યુના સમાચાર તેના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. 20 વર્ષીય એકના એક પુત્રનું અકાળે મોત થતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

એકના એક પુત્રના મોતના સમાચારથી પટેલ પરિવારમાં શોક

લગભગ 9 મહિના માટે કેનેડાના બ્રામટન મોકલ્યો હતો. અભ્યાસની સાથે સાથે મીત કેનેડામાં કામ પણ કરતો હતો. જોકે, ગઈકાલે સવારે મીત ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તો ક્રોસ કરતી વખતે તેને ટ્રકે ટક્કર મારી હતી.દરમિયાન જોરદાર ટક્કર લાગવાથી મીત ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે થોડીવાર સારવાર બાદ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ વિદેશમાં માર્ગ અકસ્માતમાં તેમના એકના એક પુત્રના મોતના સમાચારથી પટેલ પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

 

 

 

 

Related posts

સૌરાષ્ટ્રમાં નદીઓ બેકાંઠે, અનેક જળાશયો ઓવરફ્લો, અનેક તાલુકાઓ એલર્ટ પર

KalTak24 News Team

સુરતમાં યુવાનો દ્વારા દિવાળીની સફાઇમાં નિકળેલા કિડ્સ વેરના ડેડ સ્ટોક કર્યા ભેગા; એક હજાર જરૂરિયાતમંદ પરિવારોનો તહેવાર બનશે સાર્થક

Sanskar Sojitra

સુરત માં આજે “દીકરી જગત જનની” સમૂહ લગ્નના પહેલા ચરણમાં 150 દીકરીના લગ્ન,તૈયારીઓને અપાઈ આખરી ઓપ..

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં