December 19, 2024
KalTak 24 News
Gujarat

દાહોદના શિક્ષકની એક સોશ્યિલ પોસ્ટથી સરકારી શાળાના બાળકોને મળતા થયા ફ્રૂટ,જાણો શું કહ્યું સેવાભાવી શિક્ષકે?

POSITIVE NEWS : દાહોદ જિલ્લાની એક સરકારી શાળાના શિક્ષક સોશિયલ મીડિયા(Social Media)નો સદઉપયોગ કરી સરકારી શાળાના અનેક ગરીબ વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બન્યા છે. ચંદવાણાની આ સરકારી શાળાના શિક્ષકે(Teacher) શાળાના બાળકોને અપાતા સિઝનલ ફ્રૂટના ફોટો પોસ્ટ કર્યા હતા. તે જોઈને અનેક નામી-અનામી દાતાઓ હવે શાળા(School)ના બાળકોને ફ્રુટ આપવા માટે આગળ આવ્યા છે. સરકારી શાળાના બાળકો(Student)ને હવે કેરી, કેળા, ચીકુ,દ્રાક્ષ અને સંતરા જેવા ફ્રુટ મળતા થયા છે. માર્ચ મહિનાથી શરૂ થયેલુ આ સેવાકાર્યમાં અત્યાર સુધીમાં 19 વખત દાતાઓ દ્વારા શાળાના બાળકોને ફ્રુટ(Fruits આપવામાં આવ્યું છે.

સેવાભાવી શિક્ષકના સોશિયલ મીડિયામાં છે હજારો ફોલોઅર્સ
દાહોદ તાલુકાના ચંદવાણા ગામના ડામોર ફળિયામાં આવેલી વર્ગ પ્રાથમિક સરકારી શાળામાં જિગ્નેશ સંચાણીયા(Jignesh Sanchaniya) શિક્ષક તરીકે ફરજ બજાવે છે.તે યુવાન અને આજના યુવાનોની માફક તે પણ સોશિયલ મીડિયાના પ્રભાવમાં છે.જો કે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કેેવી રીતે થઇ શકે તે આ શિક્ષક પાસેથી લોકોએ શીખવા જેવુ છે.આ શિક્ષક ફેસબુક પર તેના 9 હજાર ફોલોઅર્સ ધરાવે છે તેમજ ઇન્સ્ટાગ્રામ પર તેમના 2 હજારથી વધુ ફોલોઅર્સ હોવાનું તેમણે જ જણાવ્યુ છે.જો કે સોશિયલ મીડિયાના ફોલોઅર્સનો તેમને કેટલો લાભ થયો છે તે જાણવું રસપ્રદ છે.

કેરીનો આનંદ લેતા શાળાના બાળકો
કેરીનો આનંદ લેતા શાળાના બાળકો

ફળો આપવાના ફોટો પોસ્ટ કર્યા ને તેમને ફોલો કરતા ફ્રેન્ડ દ્વારા સહયોગ થયો શરુ
વધુ માં જાણીએ તો,ચંદવાણાની પ્રાથમિક શાળામાં 300 થી વધુ ગરીબ આદિવાસી બાળકો અભ્યાસ કરે છે.તેઓને મધ્યાહ્ન ભોજન યોજનાના મેનુ મુજબ દરરોજ એક ટાઇમ શાળામાં જ ભોજન આપવામાં આવે છે.કારણ કે બાળકોને શાળામાં જ ભોજન આપવામાં આવે તો પરિવારને પણ ફાયદો થાય છે. તેમજ બાળકોને પોષણ પણ મળી શકે છે.ત્યારે જિગ્નેશ સંચાણીયાને એવો વિચાર આવ્યો કે બાળકોને મધ્યાહ્ન ભોજન સાથે વધારાનું શું આપી શકાય? જેથી બાળકોને વધુ પોષક તત્વો મળે.બીજી તરફ હાલમાં ઉનાળો શરુ થઇ ચુક્યો છે ત્યારે પાણીજન્ય ફળફળાદી આપવાનુ આ શિક્ષક દ્વારા શરુ કરવામાં આવ્યુ હતુ.

May be an image of 5 people

હવે ફળફળાદિ ભોજનની સાથે આપવાનું શરુ કર્યા બાદ શિક્ષક દ્રારા તેના ફોટોગ્રાફસ અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવતા હતા.આ પોસ્ટ જોઇને શિક્ષકના ફોલોઅર્સ દ્રારા આ કામગીરીમાં રુચિ બતાવવામાં આવી હતી.એક પછી એક કેટલાયે ફોલોઅર્સ દ્રારા બાળકોને ફળફળાદિ આપવા સહાય શરુ કરવામાં આવી છે.

ગામડાના બાળકો હવે દ્રાક્ષ,ચીકુ,નારંગી પછી હવે કેરીની મઝા પણ માંણી રહ્યા છે
તારીખ 1 માર્ચથી આજ દિન સુધીમાં બાળકોને 19 વખત નામી અનામી દાતાઓના સહયોગથી ફળફળાદિ આપી શકાયા છે.જેમાં દ્રાક્ષ, ચીકુ, નારંગી તેમજ હવે કેરી પણ બજારમાં આવી જતા ગરીબ બાળકોને ભોજન સાથે જુદા જુદા ફળનો રસાસ્વાદ માંણવા પણ મળી રહ્યો છે.આગામી દિવસોમા પણ સહયોગ યથાવત જ રહેશે અને આ સિવાય પણ અન્ય રીતે પણ બાળકોને મદદ કરવામા આવી રહી છે.

શેરડી નો રસ પીતા શાળાના બાળકો
શેરડી નો રસ પીતા શાળાના બાળકો

દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમા લોહીની ઉણપના સંખ્યાબંધ દર્દી
દાહોદ જિલ્લામાં સીકલસેલ એનેમિયાનો ભોગ બનનારાની ઘણી મોટી સંખ્યા છે.જેમાં સવિશેષ મહિલાઓ હોય છે ત્યારે આ રોગ વારસાગત હોવાથી બાળકોમાં પણ સીકલસેલ એનેમીયાના કારણે લોહીની ઉણપ જોવા મળે છે.ત્યારે સરકાર દ્રારા મધ્યાહ્ન ભોજન અને પીએમ પોષણ યોજનાના માધ્યમથી બાળકો અને ખાસ કરીને તરુણીઓમાં લોહીની ઉણપ દુર કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે ત્યારે પ્રાથમિક શાળાના બાળકોને જ ભોજન સાથે ફળફળાદિ નિયમિત રીતે મળી શકે તો તેમના શરીરમાં જરુરી તત્વો મળી શકે છે.

આચાર્ય,શિક્ષક અને અહીંયાના ફળના વેપારી પણ સહયોગ કરે છે
શિક્ષક જિગ્નેશ સંચાણીયા સાથે વાતચીત માં જણાવ્યું કે, તેમના આ કાર્યમાં તેમના આચાર્ય ધર્મેન્દ્ર પંચાલ તેમજ શિક્ષક મેલ્વિન ગામીતની સાથે ફળફળાદિના વેપારી ઓમપ્રકાશભાઇને વિશેષ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે.તેમના સોશિયલ મીડિયાના મિત્રોએ જ આ શુભ કાર્યો માટે આર્થિક સહાય કરી રહ્યા છે.તેવા સમયે કોઇના જન્મ દિવસ, કોઇ સ્વજનની પૂણ્યતિથિ નિમિત્તે પણ બાળકોને ફળફળાદિનું વિતરણ કરવા માટે પહેલ કરવામાં આવી રહી છે.

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

વડાપ્રધાન મોદીના હસ્તે ‘મેટ્રો ટ્રેન’નું કરાયું લોકાર્પણ,અમદાવાદીઓને મળી મોટી ભેટ

KalTak24 News Team

સુરત/ આખરે 9 મહિના બાદ ગુમ યુવાનનું પરિવાર સાથે થયું મિલન,પોલીસ મથકમાં સર્જાયા ભાવુક દ્રશ્યો

KalTak24 News Team

સુરતના સાયણમાં અમદાવાદથી મુંબઇ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા;મુસાફરો અટવાઈ પડ્યાં

KalTak24 News Team
Advertisement