Amreli News: સૌરાષ્ટ્રમાં સતત નાની ઉંમરે હાર્ટ એટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે આજે અમરેલીમાં એક વિદ્યાર્થીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે. અમરેલીમાં એક વિદ્યાર્થિની ક્લાસરૂમમાં દાખલ થતી વખતે દરવાજા પાસે ઢળી પડી હતી. વિદ્યાર્થિનીને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં વિદ્યાર્થિનીને મૃત જાહેર કરવામાં આવી હતી.
અમરેલીમાં હાર્ટ એટેકથી વિદ્યાર્થિની મોત
અમરેલીના શાંતાબા ગજેરા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીનું મોત થયું છે. સાક્ષી નામની વિદ્યાર્થિની શાળામાં પરીક્ષા આપવા માટે આવી હતી. જે દરમિયાન ક્લારૂમમાં દાખલ થતી વખતે તે ઢળી પડી હતી. ક્લારૂમમાં હાજર શિક્ષક અને સ્કૂલ તંત્ર દ્વારા વિદ્યાર્થિનીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે કમનસીબે ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે અમરેલીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
સાક્ષી નવમા ધોરણમાં ભણતી હતી. સાક્ષી મૂળ જસદણ તાલુકાના વિંછીયા ગામની રહેવાસી હતી. પ્રાથમિક તારણોમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક માનવામાં આવી રહ્યું છે. જોકે, મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube