“સેવા યુથ ફાઉન્ડેશન ત્રીસ વર્ષથી રક્તદાનની સેવાનું કામ કરી રહ્યું છે સેવાભાવી પિતાએ પોતાના દીકરાના અંગદાનનો નિર્ણય કરીને સમાજ ને નવી રાહ ચીંધી”
Organ Donation in Surat: ટેકસ્ટાઈલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ઓળખવા લાગ્યું છે.પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુળ વોરા કોટડા ગામ,રાજકોટના વતની હાલ નાનાવરાછા વિસ્તાર રહેતા આશિષભાઈ વિનુભાઈ સખીયા બે દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રોઓ તેમને તત્કાલિક સુરતની વિનસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા.જ્યા આશિષભાઈની પરિસ્થિતિ જોતા રીપોર્ટની તપાસ કરતા બ્રેઈન નો પ્રોબલમ જણતા તેઓની સર્જરી કરવામાં આવી.ત્યારે સારવાર કર્યા બાદ દર્દીને તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.ત્યારે જીનવદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના માધ્યમથી પટેલ સમાજના અગ્રણીઓ અને સખીયા પરિવારના સભ્યોએ આશિષભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો.આશિષભાઈના બંને કિડની,હદય,લીવર, ચક્ષુઓ ના અંગોના દાન કરવામાં આવ્યુ છે. આ અંગોના દાન થકી અન્ય વ્યક્તિને નવ જીવન બક્ષ્યું છે.વધુમાં,આશિષભાઈને સંતાનમાં બે બાળકો છે દીકરો વત્સલ(ઉ. 13 વર્ષ) અને દીકરી વૈદી (ઉ.17 વર્ષ).
આશિષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર સહીત સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ,સુરત અને સાર્થક ગ્રુપ, સુરતના સભ્ય હોય જેઓ ૩૦ વર્ષોથી રક્તદાન માટે આયોજન કરતા આવેલ હોઈ.સેવા યુદ્ધ ક્લબ ગોંડલ ગ્રુપે હમણાંજ 30 મો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું હતું. આશિષભાઈ સેવા યુદ્ધ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા જે સેવા ભાવિ સંસ્થા છે જે સંસ્થાના પ્રમુખ ટી.કે. પટેલ અને કે.ડી. પટેલ છે. 42 સભ્યોથી આ ગ્રુપ ચાલે છે, આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાત મંદ લોકોને મદદ પૂરી પાડે છે આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે એ માટે પોતાના પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે.
સારવાર દરમિયાન બ્રેઈનડેડ જાહેર કર્યા
આશિષભાઈ બે દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રોઓ તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમના રીપોર્ટની તપાસ કરતા બ્રેઈન નો પ્રોબલમ જણતા તેઓની સર્જરી કરવામાં આવી, દર્દીની ઘણી સારવાર બાદ ડો. સંજય ખુંટ, ડો. આકાશ બારડ, ડો. જીગ્નેશ ગેંગડીયા, ડો. પ્રેક્ષા ગોયલ દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
અંગદાન માટે પરિવારની હિંમત
પોતાનું સ્વજન બ્રેઈન ડેડ ના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ.ગોંડલિયા , વિપુલ તળાવીયા અને ડો. નિલેશ કાછડિયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાનાભાઈ એ અંગદાન માટે સંકલ્પ કર્યો, પિતા વિનુભાઈ, પત્ની સેજલબેન, આનંદભાઈ સેવાયુથ ગ્રુપ સભ્ય ટી.કે.પટેલ ડી.કે.પટેલ, ભાવેશભાઈ ભુવા, મનીષભાઈ રૈયાણી, રાકેશભાઈ રૂપારેલીયા દ્વારા સંમતિ મળતા આ અંગદાન માટેની પ્રક્રિયા સોટોમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી હતી.
અંગદાનનું ટ્રાન્સપ્લાન્ટ
પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) અને નોટો નો સંપર્ક કરી હદય, લિવર, કીડની અને ચક્ષુઓના દાન માટે જણાવ્યું હતું. ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, યુ. એન. મહેતા હોસ્પિટલના ડો. કાર્તિક પટેલ, ડો. પ્રતિક માણેક, ડો. હિરેન દ્વારા હદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, તેમજ ઝાયડ્સ હોસ્પિટલ ટિમ દ્વારા બે કીડની અને લિવર નું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.
અંગદાન પહોંચાડવા ગ્રીન કોરીડોર
સુરતની વિનસ હોસ્પિટલ થી સુરત એરપોટ સુધી ગ્રીન કોરીડોર બનાવી સમય સર,અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુ.એન.મહેતા હોસ્પિટલ, સિવિલ અને ઝાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો.
અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં વિનસ હોસ્પિટલના એડમીન ડો. અંકિત દેસાઈ, ડો.વીરેન પટેલ, શૈલેશ થીગડે, જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ.ગોંડલિયા,ડો.નીલેશ કાછડિયા, વિપુલ તળાવીયા, પાર્થ ગઢિયા, નીતિનભાઈ ધામેલીયા, સાગર કોરાટ, ચિરાગ કુકડિયા, ભાવેશ દેસાઈ, નિકુંજ મુલાણી, અલ્પેશ દુધાત, હર્ષ પાઠક, મિલન રાખોલિયા, મિલન તળાવીયા અને સમગ્ર વિનસ હોસ્પિટલ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ,ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ સંસ્થાના માધ્યમથી ૧૫મું ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube