- ગરબા રમતા રમતા આવ્યો હાર્ટ એટેક
- LP સવાની રોડ ખાતે બન્યો બનાવ
- રાજ મોદી ગરબાની પ્રેક્ટિસ કરતો હતો
Heart Attack News: ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ગરબા રમતા રમતા વધુ એક યુવકનું હાર્ટ એટેક(Heart attack)થી મૃત્યુ થયું છે. નવરાત્રી પહેલા ગરબાની પ્રેક્ટિસ દરમિયાન વધુ એક યુવકને હાર્ટ એટેક ભરખી ગયો છે.
એવામાં આજે સુરતમાં એક યુવક ગરબા રમતા ઢળી પડ્યો હતો અને બાદમાં તેને મૃત જાહેર કરાયો છે. 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્પ્યુનિટી હોલમાં ગરબા રમવા ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને મૃત જાહેર કરાયો છે.
મળતી માહિતી અનુસાર, સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.
વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે, રાજ આગામી સમયમાં અભ્યાસ માટે લંડન પણ જવાનો હતો પરંતુ તે પહેલાં જ તેનું મોત થયું છે. યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની હાલ તો આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે પીએમ રિપોર્ટ બાદ જ યુવકના મોતનું કારણ સામે આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube