- ઝવેરી ગ્રીન્સ નામની કન્ટ્રક્શન સાઈટ પર દુર્ઘટના
- બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતાં 3 શ્રમિકોના મૃત્યુ
- પોલીસ વિભાગે ઘટના સ્થળને કોર્ડન કરી તપાસ શરૂ કરી
Ahmedabad News: અમદાવાદ શહેરમાં વધુ એક દુર્ઘટના સર્જાઈ છે. જેમાં નિર્માણાધિન બિલ્ડિંગમાં પાલક અને સ્લેબ તૂટતા 3 શ્રમિકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદના ઘુમા વિસ્તારમાં શાંતિપુરા સર્કલ પાસે આવેલી ઝવેરી ગ્રીન્સ બિલ્ડીગમાં કન્સ્ટ્રક્શન કામ ચાલી રહ્યું છે. શુક્રવારે મોડી રાત્ર શ્રમિકો સાઈટ પર કામ કરી રહ્યા હતા દરમિયાન નિર્માણાધિન બિલ્ડિંગના 12મા માળે લાકડાની પાલખ બાંધેલી હતી, જેના પર 3 શ્રમિકો ઉભા હતા. અચાનક લાકડાનું સ્ટેન્ડ તૂટતા પાલક સાથે ત્રણેય શ્રમિકો નીચે પટકાયા હતા દુર્ઘટના બાદ ત્રણેય શ્રમિકોના તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ દુર્ઘટનાની જાણ થતાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ પણ બનાવસ્થળે દોડી આવી હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય શ્રમિકો ઉત્તર પ્રદેશ છે અને તેમના નામ રાજેશ કુમાર, સંદીપ કુમાર અને અમિત કુમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. અને આ મામલે તપાસ હાથ ધરી હતી.
આ સમગ્ર ઘટના ગત મોડી રાત્રેની છે. મોડી રાત્રે પાલટ તૂટતાં મજૂરો 12માં માળેથી નીચે પટકાયા હોવાની માહિતી જાણવા મળી રહી છે. જોકે, આ ઘટના પછી સવાલ થઇ રહ્યા છે કે, મોડીરાતે સાઈટ પર કામ કરવાની પરમીશન હતી કે કેમ? સેફ્ટીનું ધ્યાન રખાયું હતું કે કેમ, તે તમામ સવાલો થઇ રહ્યા છે. જેને લીધે કન્સ્ટ્રક્શન સાઇટ પર અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કોણ જવાબદાર છે તે તપાસ બાદ સામે આવશે.જોકે, હાલ મૃતક શ્રમિકોને પીએમ માટે ખસેડાયા છે.
આ અગાઉ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટી પડી હતી. ગત વર્ષે બનેલી આ ઘટનામાં સાઈટ પર કામ કરી રહેલા 7 શ્રમિકોના મોત થતા ભારે હડકંપ મચી ગયો હતો. એસ્પાયર – 2 નામની બિલ્ડિંગમાં બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન લિફ્ટ તૂટી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube