December 17, 2024
KalTak 24 News
Gujarat

૧૦૮ ઇમરજન્સી સેવા: રાજ્યના નાગરિકોના જીવ બચાવવા અડીખમ;અત્યાર સુધીમાં 15.52 લાખ લોકોના જીવ બચાવ્યા,108 ઇમરજન્સી સેવામાં 1.66 કરોડ કોલ નોંધાયા

Ambulance_108_4-Sept-768x432.jpg

KalTak24 ન્યૂઝ ડેસ્ક/ગાંધીનગર: રોકેટની ગતિએ ચાલતી ૧૦૮ એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા ૧૦૮ ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૭માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી ૧૦૮ ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે ૧૦૮ ઇમરજન્સી સર્વિસ ૨૪x૭ વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે.

ગુજરાતમાં આરોગ્ય સેવા ક્ષેત્રે ૧૦૮ ઇમરજન્સી સેવા શરૂ થઇ ત્યારથી ઓગસ્ટ-૨૦૨૪ સુધીમાં રેકોર્ડ બ્રેક કુલ ૧.૬૬ કરોડથી વધુ ઇમરજન્સી કોલ એટેન્ડ કરીને સફળતાપૂર્વક તાત્કાલિક સેવાઓ પૂરી પાડવામાં આવી છે. આ ઉપરાંત ૫૫.૩૯ લાખથી વધુ પ્રસૂતિ સંબંધિત ઈમરજન્સી તેમજ ૨૦.૩૨ લાખથી વધુ માર્ગ અકસ્માતના કિસ્સામાં ઈમરજન્સી સેવાઓ આપવામાં આવી છે. જીવન મરણનો સવાલ હોય તેવા આપાતકાલીન સ્થિતિમાં અત્યાર સુધીમાં કુલ ૧૫.૫૨ લાખથી વધુ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. જ્યારે, એમ્બ્યુલન્સમાં અને જે તે સ્થળ ઉપર કુલ ૧.૪૩ લાખથી વધુ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

૧૦૮ ઇમરજન્સી સેવા ઉપરાંત ગુજરાતમાં અન્ય વિવિધ ઇમરજન્સી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૧૨થી કાર્યરત ૪૧૪ જેટલી ખિલખિલાટ વાનનો ૧.૧૩ કરોડથી વધુ લાભાર્થીઓએ લાભ લીધો છે. આરોગ્ય સંજીવની-મોબાઇલ હેલ્થ યુનિટમાં કાર્યરત ૨૫૬ વાન થકી ૨.૭૯ કરોડથી વધુ નાગરિકોએ લાભ લીધો છે. વર્ષ ૨૦૧૫થી શરૂ થયેલી ૧૮૧ મહિલા હેલ્પલાઇન અંતર્ગત ૧૪.૭૮ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને ૫૯ વાન દ્વારા ૨.૯૭ લાખથી વધુ મહિલાઓને સ્થળ પર જરૂરી મદદ કરવામાં આવી છે.

ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં શરૂ કરાયેલી ૧૦૪ હેલ્થ હેલ્પલાઇન દ્વારા કુલ ૫૦.૪૪ લાખથી વધુ કોલ એટેન્ડ કરીને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. આ ઉપરાંત વર્ષ-૨૦૧૮માં શરૂ કરાયેલી ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ દ્વારા ૭૪૨ જેટલા નાગરિકોનો જીવ બચાવવામાં આવ્યા છે. હાલમાં ગુજરાતમાં બે ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવારત છે. રાજ્યના ૭ જિલ્લાઓમાં વર્ષ ૨૦૧૯થી કાર્યરત ૧૧૨ ઇમરજન્સી સેવા અંતર્ગત ૧.૪૭ કરોડથી વધુ ઇમરજન્સી કોલ, પોલીસ ઇમરજન્સી, ફાયર ઇમરજન્સી, મેડીકલ ઇમરજન્સી અને ડિઝાસ્ટર ઇમરજન્સી સંબંધિત કોલ એટેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત, વર્ષ ૨૦૨૦માં દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું અને વર્ષ ૨૦૨૩માં કેન્દ્ર સરકાર પુરસ્કૃત ફરતું પશુ દવાખાનાની કુલ ૫૮૬ વાન સેવારત છે, જેમાં ૭૦ લાખથી વધુ પશુઓની સારવાર પણ કરવામાં આવી છે.

 

 

 

 

Related posts

અમદાવાદ બાદ સુરતમાં નબીરો બેફામ બન્યો, પુરપાટ ઝડપે કાર ચલાવીને 5 લોકોને અડફેટે લીધા,સામે આવ્યાં ચોંકાવનારા CCTV

KalTak24 News Team

રાજકોટ/ ખોડલધામ કાગવડ ખાતે વિદ્યાર્થી સમિતિ(KDVS) કન્વીનર મીટ-2023 યોજાઈ,શું કહ્યું ખોડલધામ ચેરમેન નરેશ પટેલે?

Sanskar Sojitra

Talati Cum Mantri Qualification: તલાટીની ભરતીને લઇને પંચાયત વિભાગનો મોટો નિર્ણય,હવે ધો.12 પાસને બદલે ગ્રેજ્યુએટ ઉમેદવારો જ ભરી શકાશે ફોર્મ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં