November 22, 2024
KalTak 24 News
Gujarat

Breaking News: શું આજે મોહનથાળ વિવાદનો આવશે અંત? વિવાદનો ઉકેલ લાવવા મંદિર ટ્રસ્ટ સાથે આજે સરકારની બેઠક

Ambaji

ગાંધીનગર(Gandhinagar) : અંબાજી મંદિર (Ambaji temple)માં મોહનથાળનો પ્રસાદ બંધ કરાયા બાદ ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે બપોરે સરકાર અને અંબાજી મંદિરના ટ્ર્સ્ટીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે. બપોરે 2 વાગે ગાંધીનગરમાં આ બેઠક યોજાશે જેમાં મોહનથાળ કે ચિક્કી અંગે મહત્વનો નિર્ણય લેવાઇ શકે છે.

અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા માઇભક્તોમાં ભારે રોષ
શક્તિપીઠ અંબાજીમાં ગત 4 માર્ચથી મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો હતો અને ભાવિકોને ચિક્કીનો પ્રસાદ આપવાનું નક્કી કરાયું હતું. આ નિર્ણય બાદ ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. માઇભક્તોએ મોહનથાળનો પ્રસાદ ફરીથી શરુ કરવાની માગ કરી હતી. અંબાજીમાં ભારે વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યા હતા. કેટલાક ભક્તોએ તો પોતાની રીતે મોહનથાળના પ્રસાદનું વિતરણ પણ શરુ કર્યું હતું. સમગ્ર મામલામાં વિશ્વ હિન્દુ પરિષદ પણ જોડાયું હતું અને સરકારના આ પગલાંનો વિરોધ કર્યો હતો.

ambaji 1 2

સતત ચાલી રહેલા પ્રસાદ વિવાદ બાદ હવે આખરે સરકાર પણ હરકતમાં આવી છે. આજે બપોરે 2 વાગે ગાંધીનગરમાં સરકારના મંત્રીઓ અને અંબાજી ટ્રસ્ટ વચ્ચે આ મુદ્દે મહત્વની બેઠક યોજાવા જઇ રહી છે.

પ્રસાદના વિવાદનો આજે ઉકેલ આવી શકે છે ?
યાત્રાધામ અંબાજીના પ્રસાદના વિવાદનો આજે ઉકેલ આવી શકે તેવી ધારણા બંધાઇ છે. મંત્રી હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ સમગ્ર મામલામાં મધ્યસ્થી કરશે અને અંબાજી ટ્રસ્ટના આગેવાનો સાથે બેઠક યોજશે. બેઠકમાં બટુક મહારાજ અને મંદિરના સંતો બેઠકમાં હાજર રહે તેવું જાણવા મળી રહ્યું છે . ગાંધીનગરમાં બપોરે 2 વાગે આ બેઠક યોજાશે.

બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય
ઉલ્લેખનિય છે કે મોહનથાળ અને ચિકીના પ્રસાદને લઈ ભારે વિવાદ ચાલી રહ્યો છે. છેલ્લા 5 દિવસથી વિવાદ સતત વકરતો હોવાથી સરકાર એક્શનમાં આવી છે. બેઠકમાં મોહનથાળ ચાલુ રાખવો કે કેમ તે અંગે નિર્ણય કરવામાં આવશે. બેઠક બાદ આજે નિર્ણય અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

દિવાળી પહેલા જ સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનેદારે તાપીમાં લગાવી મોતની છલાંગ,શું છે સમગ્ર મામલો?

KalTak24 News Team

સુરત: જીમની ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં વેપારીને આવ્યો હાર્ટએટેક, લોકોએ સીપીઆર આપ્યો પણ જીવ ન બચ્યો

KalTak24 News Team

સુરત: ‘થાય તે કરી લો..!’- કહી ભાડૂઆત દુકાન ખાલી ન કરતો;રડતાં-રડતાં પોલીસ કમિશનરને કરી રજૂઆત,આખરે 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતાં ખુશખુશાલ

KalTak24 News Team