Surat Fire News: સુરત શહેરમાં વધુ એક આગની ઘટના બનવા પામી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાન પર બનાવેલા (Surat Fire News) પતરાના શેડ પર કેમિકલના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું
સુરતમાં સતત આગના બનાવો બની રહ્યાં છે.સીમાડા ખાતે આવેલા વાલમ નગરમાં એક મકાનમાં ત્રીજા મળે પતરાના રૂમમાં પટ્ટા પર ડાયમંડ લગાવવાનું કામકાજ ચાલી રહ્યું હતું. દરમિયાન ગમને મિક્સિંગ કરવા માટે કેમિકલ નાખતા સમયે અચાનક આગ લાગી ગઈ હતી. જેને પગલે અંદર કામ કરી રહેલા 8થી વધુ કારીગરોને અસર થઈ હતી. જેમાંથી 5 જેટલા દાઝી જતા સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એકનું સળગીને મોત થતાં તેની ડેડબોડી પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવી છે. આ સાથે જ બારીમાંથી બાજુના મકાન પર કૂદી જનાર મહિલા સહિત બેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સીમાડા નાકા વિસ્તારની અંદર લાગેલી આગને કારણે પાંચ લોકો દાઝી ગયા છે. મળતી માહિતી મુજબ, ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં ઘટના બની હતી. ત્રીજા માળ ઉપર ડ્રેસ અને સાડી ઉપર ટીકી ચોંટાડવાનું કામ કરવામાં આવતું હતું. જેમાં કેમિકલનો પણ ઉપયોગ થતો હતો. આ ટીકી ચોંટાડવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે તે ખૂબ જ જ્વલનશીલ હોવાને કારણે આ ઘટના બની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે.કેમિકલમાં આગ લાગી હોવાથી ધુમાડો દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
ગેરકાયદે શેડ
ફાયર ઓફિસરે જણાવ્યું કે, કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના મકાનમાં આગ લાગવાની ઘટના બનતા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ કરી દેવાયું હતું. જોબ વર્કનું કામ ચાલતું હોવાને કારણે કેમિકલનો ઉપયોગ થતો હતો અને જેના કારણે આગ ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી ગઈ હતી. એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હોવાથી તેનું મોત નીપજ્યું છે. તેમાં પાંચ લોકોને ઈજા થઈ છે. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાકને હોસ્પિટલમાં લઈ જવાયા છે.હાલ સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ 6 જેટલા લોકો આગમાં દાઝી ગયા હતા જેમાં એકનું મોત થયું છે. દાઝી ગયેલા લોકોને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓની સારવાર ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયા અને મેયર દક્ષેશભાઈ માવાણી પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત લોકોની મુલાકાત લીધી હતી.
શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જણાવ્યું હતું કે, વાલમનગરની અંદર ગૃહઉધોગ તરીકે સાડીના રેણ વગેરેની કામગીરી આ વિસ્તારમાં ઘરઘરાઉ અને દુકાનો પર કે માળ પર અનેક લોકો કરી રહ્યા છે. દરમ્યાન આજે સવારે વાલમનગરમાં આગ લાગી હતી. આગનું કારણ હાલ ચોક્કસ જાણવા મળ્યું નથી તેની તપાસ શરુ છે. આ ઘટનામાં 6 લોકો દાઝ્યા છે. જેઓને સ્મીમેર હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર અને કોઈ પણ જાતની કચાસ ના રહે તે માટે ડોકટરોને સુચના આપી છે. જયારે ફાયર અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube