Surat News: સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી આરવી ડાયમંડ્સ કંપનીના ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાને કારણે અંદર કામ કરી રહેલા રત્નકલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા છે. જેમાથી બે વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં સુરત મેયર દક્ષેશ માવાણીએ ઇજાગ્રસ્તોની કિરણ હોસ્પિટલ ખાતે મુલાકાત લીધી હતી.
ગેસ લાઈનમાં એકાએક બ્લાસ્ટ થયો
સુરતના કતારગામ વિસ્તારની આરવી ડાયમંડ્સ કંપનીના ત્રીજા માળે ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઈનમાં ધડાકાભર સાથે બ્લાસ્ટ થયો હતો. ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્નકલાકારો દાઝી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટનાસ્થળ ઉપર પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.જેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
આગ પર કાબુ મેળવાયો
ગેસ પાઇપલાઇનના ઉપયોગ મામલે ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે. ગેસ સિલિન્ડર મારફતે ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધી ગેસ લાઇન નાખવામાં આવી હતી. આ ગેસ લાઈનનો ઉપયોગ ગોલ્ડનને ઓગાળવા માટે અને હીરાની સફાઈ માટે પણ કરવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પેન્ટ્રીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં જ ત્રણ સ્ટેશનની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમણે આગ પર કાબુ થોડી જ ક્ષણોમાં મેળવી લીધો હતો.
સ્થિતિ સામાન્ય કરાઈ
આ મામલે ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. અમે પહોંચ્યા તે પહેલા 14 જેટલા કામદારો દાઝી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. તમામને કિરણ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી રહી છે. ગેસ લાઇનમાં કોઈ કારણસર બ્લાસ્ટ થતા સમગ્ર ઘટના બની છે. જોકે, ગણતરીની મિનિટોમાં જ આગ ઉપર કાબુ મેળવાઈ ગયો હતો, પરંતુ ફ્લેશ ફાયર થવાને કારણે કામ કરતા રત્નકલાકારો દાઝી ગયા છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube